કુમારસ્વામીના શપથગ્રહણના મંચ પર વિપક્ષે ભાજપ વિરુદ્ધ એકતા દેખાડવાની કોશિશ કરી. જેમાં 11 વિપક્ષી પાર્ટીઓના પ્રમુખો એકમંચ પર નજર આવ્યા.
3/6
આ ઉપરાંત કોંગ્રેસ નેતા જી.પરમેશ્વરે પણ સરકારમાં ડેપ્યૂટી સીએમ પદના શપથ લીધા હતા.
4/6
બેગ્લુંરુઃ કર્ણાટકમાં જેડીએસ અને કૉંગ્રેસની સરકાર બની ગઇ છે. જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી કુમાસ્વામીએ આજે કર્ણાટકના 24માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે તેઓ બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળા કુમારસ્વામીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
5/6
કુમારસ્વામીની સરકારમાં 34 કેબિનેટ મંત્રીઓ હશેે. જેમાં 22 મંત્રી કોંગ્રેસના હશે, જ્યારે 12 મંત્રીઓ સહિત મુખ્યમંત્રી જેડીએસ તરફથી હશે. વળી, વિભાગોની વહેંચણી બહુમતી સાબિત કર્યા બાદ કરવામાં આવશે.
6/6
કોંગ્રેસ તરફથી કે.આર. રમેશને કર્ણાટક વિધાનસભાના સ્પીકર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ડેપ્યૂટી સ્પીકર જેડીએસમાંથી હશે.