તેઓને કોઇ પણ રીતે આવક મેળવવાની છૂટ છે. આ છૂટનો હેતુ આ જાતિઓમાં આર્થિક અસમાનતાઓને દૂર કરવાની છે. પરંતુ નોટબંધી બાદ બ્લેકમનીને સફેદ કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
2/5
આસામના ઉત્તર કચાર હિલ્સ અને મિકિર હિલ્સ, મેઘાલયના ખાસી હિલ્સ, ગારો હિલ્સ અને જયંતિયા હિલ્સ, જમ્મુ કાશ્મીરના લદાખમાં રહેતી અનુસુચિત જનજાતિઓને ઇન્કમટેક્સમાં છૂટ આપવામાં આવી છે.
3/5
ભારતમાં આયકરના કાયદામાં આવકની અનેક શ્રેણીઓ અને સમાજના કેટલાક વર્ગને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. આ લોકોમાં નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ અને મિઝોરમની અનુસુચિત જનજાતિના સભ્યો આવે છે.
4/5
આવા જ બ્લેકમની ધરાવતા કેટલાક લોકો દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પૈસા મોકલીને તેને વ્હાઇટ કરી રહ્યા છે. તાજેતરમાં જ હરિયાણામાંથી નાગાલેન્ડ પૈસા મોકલવાનો એક કિસ્સો સામે આવ્યો હતો.
5/5
નવી દિલ્લીઃ ભારતમાં 8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે. જેની પાસે મોટી માત્રામાં બ્લેકમની છે તેઓ પોતાના નાણાને વ્હાઇટ કરવા માટે અલગ અલગ તરકીબો અજમાવી રહ્યા છે. એટલુ જ નહીં આવા લોકો કાયદામાં રહેલી છટકબારીઓનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.