પોલીસે દીપકની હત્યાના આરોપમાં સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ સુરેશ કુમાર, તેની પત્ની યમુના અને સાળા ગૌરવ સામે હત્યાનો મામલો નોંધ્યો છે. આરોપી મહિલા યમુનાની ધરપકડ થઈ ચુકી છે જ્યારે તેનો પતિ અને ભાઈ પોલીસની પકડમાં આવ્યા નથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
2/5
પોલીસે દીપકની હત્યાના આરોપમાં સીઆરપીએફના એક ડેપ્યુટી કમાન્ડન્ટ સુરેશ કુમારની પત્ની યમુનાની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ આરોપી મહિલા અને મૃતક દીપક બંને ફેસબુક ફ્રેન્ડ હતા. 29 સપ્ટેમ્બરના રોજ મહિલાએ દીપકને તેના ઘરે બોલાવ્યો હતો. બંને રાતભર સાથે રહ્યા હતા પરંતુ 30 સપ્ટેમ્બરે સવારે આશરે 6 વાગે યમુનાનો પતિ જમ્મુથી અચાનક ઘરે આવી પહોંચ્યો હતો.
3/5
પતિએ જ્યારે પત્નીને પરપુરુષ સાથે જોઈ તો સંતુલન ગુમાવી બેઠો. પહેલા તેણે પત્નીની ધોલાઈ કરી અને બાદમાં સાળા ગૌરવને બોલાવીને દીપકને ઝેર આપી હત્યા કરી દીધી. હત્યા બાદ મૃતદેહને જિંદ-રોહતક હાઇવે સ્થિત ડીપીએસ સ્કૂલ પાસે સડક પર ફેંકી દીધું. મૃતકના પરિવારજનો પહેલા હત્યાનો શક પાનીપતના બે યુવકો પર કરતા હતા.
4/5
પરંતુ પોલીસે જ્યારે દીપકની મોબાઇલ ફોનની કોલ ડીટેલ કાઢી ત્યારે ખબર પડી કે રોહતકના વસંત વિહાર નિવાસી સુરેશ કુમારની પત્ની યમુના સાથે અનેક વખત વાત કરી ચુક્યો હતો. પોલીસને જ્યારે યમુના પર શંકા ગઈ ત્યારે રોહતકના બસ ડેપોથી ધકપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેણે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો.
5/5
રોહતકઃ હરિયાણાના રોહતકમાં પોલીસને પાનીપતના જિંદ રોડ પર 15 દિવસ પહેલા મળેલી લાશનું કોક઼ું ઉકેલી નાંખ્યું છે. મૃતકની ઓળખ પાનીપતના ભલ્લૌર રહેવાસી દીપક (25) તરીકે થઈ છે. જે એક શોપિંગ મોલમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત હતો. લગ્નેતર સંબંધના કારણે તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.