આર્મી ચીફે કહ્યું છે કે, ‘ભારત સરહદ પર શાંતિ ઇચ્છે છે, પરંતુ પાકિસ્તાને સતત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી જાનહાનિ થઈ છે. જ્યારે આવી કોઈ હરકત થાય છે ત્યારે જવાબ આપવો પડે છે. જો શસ્ત્રવિરામનું ઉલ્લંઘન થશે તો અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે.
2/4
શ્રીનગરથી 95 કિલોમીટર દૂર પહલગામમાં એક કાર્યક્રમ દરમિયાન જનરલ રાવતે કહ્યું કે, જો પાકિસ્તાન ખરેખર શાંતિ ઇચ્છતું હોય તો અમે ઇચ્છીએ છીએ કે તે સૌપ્રથમ તો પોતાના તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ કરાવે. શસ્ત્રવિરામનું ઉલ્લંઘન મોટે ભાગે ઘૂષણખોરીને મદદ કરવા માટે કરવામાં આવે છે.
3/4
નવી દિલ્લી: સેના પ્રમુખ રાવતે પાકિસ્તાનને શખ્ત ચેતવણી આપી છે. સેના પ્રમુખે કહ્યું જો પાકિસ્તાન સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. સેના પ્રમખે કહ્યું જો સરહદ પર શાંતિ જોઈએ છે તો પાકિસ્તાને પહેલ કરવી પડશે.
4/4
ભારતીય સેનાના વડા બિપીન રાવતે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં સૈન્યે આતંકવાદીઓ સામે સ્થગિત કરેલા અભિયાનનો સમય વધારવામાં આવી શકે છે, પરંતુ આતંકવાદીઓ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની પર વિચાર કરવામાં આવશે. બિપીન રાવતે એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાન જો શાંતિ જાળવી રાખવા માગતું હોય તો તેણે રાજ્યમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરવું જોઈએ.