ડીજીએમઓએ કહ્યું કે, ભારતને ખૂબ નિશ્વિત જાણકારી મળી હતી કે કેટલાક આતંકવાદી લાઇન ઓફ કંન્ટ્રોલ પાર કરવા માટે લોન્ચિંગ પેડ પર એકઠા થયા છે અને ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેને જોતા ભારતે સરહદ પર સર્જિકલ સ્ટ્રાઇકને પાર પાડ્યું છે.
2/3
રણવીર સિંહે કહ્યું કે ભારતે ગોપનીય જાણકારી બાદ પાકિસ્તાનની અંદર આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત કોઇ પણ કિંમતે લાઇન ઓફ કંન્ટ્રોલ પર કબૂલ કરી શકે નહીં. અમે આશા કરીએ છીએ કે પાકિસ્તાન આ મામલે ભારતનું સમર્થન કરશે.
3/3
નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વળતો પ્રહાર કર્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન લેફ્ટિનન્ટ જનરલ રણવીર સિંહે કહ્યું કે, ભારતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કર્યો છે.