જણાવીએ કે દિલ્હીમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મરી રહેલ લોકોને કારણે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ પહેલા ફિનલેન્ડના પ્રવાસથી પરત ફરીને સિસોદિયાએ ટ્વીટ કરી ઉપરાજ્યપાલ નજીબ જંગ પર નિશાન સાધ્યું છે. સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, તેમના પ્રવાસથી જેમને મુશ્કેલી થઈ છે તે દિલ્હીમાં સરકારી સ્કુલની સ્થિતિ પર ચિંતા કરે.
2/3
સિસોદિયાએ આગળ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપને દિલ્હીના લોકો સાથે કંઈ લેવા દેવા નથી. તેમનું કામ તો બસ દિલ્હીમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પર જે કામ થઈ રહ્યા છે તેને અટકાવવાનું છે. તેમણે કહ્યું કે, આમને દિલ્હીના લોકો માટે કંઈ નથી કરવું. તેમને તો બસ પોતાની ગંદી રાજનીતિ કરવી છે.
3/3
નવી દિલ્હીઃ દિલ્હીમાં ઉપરાજ્યપાલન નજીબ જંગને મળવા આવેલ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર એલજીના ઘરની બહાર શાહી ફેંકવામાં આવી છે. મનીષ તે સમયે પત્રકારોની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ તેમના પર શાહી ફેંકી. શાહી ફેંકવાને લઈને મનીષ સિસોદિયાએ કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું. સિસોદિયાએ કહ્યું કે, એક બાજુ આમ આદમી પાર્ટીને કે જે દિલ્હીમાં સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને કામ કરી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ અને ભાજપ છે કે જેઓ શાહી ફેંકવાનું કામ કરી રહ્યા છે.