ઇસરોના ચેરમેન કે સિવાને કહ્યું, “આ વિશેષ સેટેલાઇટ દૂરસ્થ સ્થાન પર સેવાઓ પ્રદાન કરશે. ખાસ કરીને ભારત સરકારના ડિજીટલ ઇન્ડિયા કાર્યકર્મ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર ભારતમાં પોતાની સેવા પ્રદાન કરશે. ”આ સેટેલાઈટથી આ વિસ્તારોમાં હાઈસ્પીડ ઈંટરનેટમાં પણ ઘણી મદદ મળશે.
2/4
અંતરિક્ષમાં સતત એક પછી એક નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહેલી ઈન્ડિયન સ્પેશ રિચર્સ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)એ બુધવારે વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. ઇસરોએ GSLV માર્ક-3 રોકેટની મદદથી GSET-29 નામના સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ સેટેલાઈટને બુધવારે સાંજે 5 વાગ્યે 8 મિનિટ પર શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંટરથી લોન્ચ કરવામાં આવ્યી હતી હતું. આ વર્ષે ઈસરોએ આ પાંચમો સેટેલાઈટ લોન્ચ કર્યો છે.
3/4
GSET-29 નવી અવકાશી ટેક્નોલોજીને ટેસ્ટ કરવામાં એક પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઈસરોના વડાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ પેલોડ્સ ઉપરાંત આ સેટેલાઈટ ત્રણ પ્રદર્શન ટેક્નિક, ક્યૂ એંડ વી બેંડ્સ, ઑપ્ટિકલ કોમ્યુનિકેશન અને એક હાઈ રિઝોલ્યૂશન કેમેરા પણ સાથે લઈ જશે. ભવિષ્યમાં સ્પેશ મિશન માટે પહેલીવાર આ ટેક્નિક્સનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. GSET-29 સેટેલાઈટનું વજન 3423 કિલોગ્રામ છે.