અધિકારીઓ અનુસાર, 40 હજાર જવાનો રૂટની સુરક્ષા માટે તૈનાત રહેશે. અમરનાથ યાત્રા માટે આ વર્ષે 3 લાખ ભક્તો પહોંચવાની આશા છે.
2/7
વળી, 28 જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને જોતા ઘાટીમાં સીઆરપીએફ અને બીએસએફના જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે.
3/7
મોટાભાગે પથ્થરમારાની ઘટનાઓમાં સીઆરપીએફના જવાનોના ચહેરા, પગ અને ગર્દન પર ઇજા પહોંચે છે. ઘણીવાર સારવાર માટે સર્જરીની પણ જરૂર પડે છે.
4/7
નવો સૂટ સ્મૉલ, મીડિયમ અને લાર્જ, ત્રણેય સાઇઝમાં આવશે અને આનુ વજન લગભગ 6 કિલો હશે, આ સૂટની લાઇફ 6 વર્ષની રહેશે.
5/7
એક અધિકારી અનુસાર, ખાસ કરીને પથ્થરમારની ઘટનાઓના કારણે આવા બૉડી સૂટની જરૂર અનુભવાઇ છે. માત્ર આ વર્ષે 16 મે સુધી પથ્થરમારામાં 600 ઘટનાઓ જમ્મુ-કાશ્મીરમાં નોંધાઇ છે જ્યારે 2016માં 2808, 2017માં 1198 વાર સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કરવામાં આવી ચૂક્યો છે.
6/7
પેરામિલિટ્રીના જવાનો માટે ગૃહ મંત્રાલયે જે સૂટની મંજૂરી આપી છે તે માઇનસ 20 ડિગ્રીથી લઇને 55 ડિગ્રી સુધીના તાપમાનમાં કામ કરશે. આના પર કેરોસીન, પેટ્રૉલ, ડિઝલ જેવા કેમિકલની અસર નહીં થાય.
7/7
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓને જોઇે ગૃહમંત્રાલયે જવાનોને ફૂલ બૉડી પ્રૉટેક્ટર્સ (આખા શરીરની સુરક્ષા જેકેટ) આપવાનો નિર્ણય કર્યો છે. એક લીડ ન્યૂઝપેપરમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, જવાનોને એવો સૂટ આપવામાં આવશે જેના પર ના તો પથ્થર કે ના પેટ્રૉલ બૉમ જેવા હથિયારોથી નુકશાન થશે. આ ખાસ સૂટથી જવાનોની છાતી, ખભા, ઘૂંટણ સહિતના અન્ય ભાગો સુરક્ષિત રહેશે.