શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર: સોપોર અને રિયાસીમાં એન્કાઉન્ટર, 5 આતંકી ઠાર, 8 જવાન ઘાયલ
1/3

જમ્મુ કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં પણ ગુરૂવારે આતંકવાદીઓ અને સુરક્ષા બલ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજર હોવાની જાણકારી મળ્યા બાદ સેનાએ ગુરૂવારે સવારે ઘેરાબંધી કરી તપાસ અભિયાન હાથ ધર્યું હતું. છુપાયેલી આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીઓ ચલાવી હતી બાદમાં સેનાની જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે ચિંકીપોરાના અભિયાનમાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે અથડામણ શરૂ છે.
2/3

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા જવાનોએ જેઈએમના ત્રણ આતંકવાદીઓની ભાળ મેળવવા બુધવારે અભિયાન શરૂ કર્યું જેમાં ડ્રોન અને હેલીકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા. આતંકવાદીઓની ઉંમર 18થી 22 વર્ષની વચ્ચે છે. પોલીસે જણાવ્યું કે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે અને એક પોલીસ સહિત આઠ સુરક્ષાકર્મી ગાયલ થયા છે.
Published at : 13 Sep 2018 07:20 PM (IST)
Tags :
Jammu And KashmirView More





















