ઉલ્લેખનીય છે કે વિપક્ષી એકજુથતામાં વડાપ્રધાન પદને લઇને પેંચ ફસાયેલો હતો, પણ પાર્ટી સુત્રોથી માહિતી મળી છે કે, આરજેડી, જીડીએસ, રાષ્ટ્રીય લોકદળ ઝારખંડ મુક્તિ મોર્ચા, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, એનસીપી, અને શરદ યાદવની નવગઠીત પાર્ટી સહિત કેરાલા કોંગ્રેસે રાહુલ ગાંધીની આગેવાની પસંદ છે. આ ઉપરાંત શિવસેનાને પણ લાગે છે કે રાહુલ ગાંધી યોગ્ય છે.
4/6
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારના મુખ્યમંત્રી કુમારસ્વામી છે. દેવગૌડાએ કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી માટે અમને રાહુલ ગાધી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મંજૂર છે. જોકે, આ પહેલા કુમારસ્વામી પણ બોલ્યા હતા કે રાહુલ ગાંધીથી સારો કોઇ પીએમ પદનો ઉમેદવાર ના હોઇ શકે.
5/6
રાહુલ ગાંધીની સાથને લઇને અત્યાર સુધી સંશય હતો, પણ સીડબલ્યુની બેઠક બાદ આ પક્ષોએ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનો ચહેરો રાહુલ ગાંધીને મંજૂર કર્યો છે. હવે આ કડીમાં જેડીએસ પણ જોડાઇ ગયુ છે. જેડીએસ પ્રમુખ એચડી દેવેગૌડાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મંજૂર રાખે છે.
6/6
નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે યુપીએ ગઠબંધનમાં સામેલ મોટાભાગના પક્ષોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધવાનું પસંદ કર્યુ છે. હવે દેવગૌડાની પાર્ટીએ પણ સમર્થન આપી દીધું છે.