ખાસ વાત એ છે કે લાલૂ પ્રસાદ યાદવે જેલ જવા પાછળ મોદી અને અમિત શાહનું કાવતરૂ હોવાની વાત કરી હતી, પરંતુ પોતાના પુત્રના લગ્નમાં આમંત્રણ આપવામાં કોઈ ભેદભાવ નથી રાખ્યો. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા સહયોગી નેતાઓની સાથે પીએમ મોદી અને અમિત શાહને પણ લાલૂ યાદવે પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું છે.
2/6
નવી દિલ્લી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં સામેલ થવા માટે પાંચ દિવસના પેરોલ મળ્યા છે. ચારા ગોટાળામાં સજા કાપી રહેલા લાલૂ યાદવ હાલમાં રાંચની રાજેંદ્ર ઈસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સમાં દાખલ છે. લાલૂ પ્રસાદ યાદવે પોતાના પુત્રના લગ્નમાં સામેલ થવા માટે પેરોલ મળવાનો આગ્રહ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવી છે. લાલૂ પ્રસાદ યાદવે આ અરજી પોલીસ મહાનિરિક્ષક જેલને આપ્યું હતું.
3/6
ઉલ્લેખનીય છે કે ચારા ગોટાળા સાથે જોડાયેલા ત્રણ મામલે રાંચી સ્થિત સીબીઆઈ કોર્ટે ડિસેમ્બર, 2017ના લાલૂને સજા સંભળાવી હતી. ત્યારથી તેઓ જેલમાં છે. લાલૂ પ્રસાદ યાદવે અસ્થાયી જામીન માટે ઝારખંડની હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ ત્યાં વકીલોની હડતાળના કારણે ન્યાયિક કાર્ય 11 મે સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.
4/6
લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપના લગ્ન 12 મેના છે. ધારાસભ્ય ચંદ્રિકા યાદવની પુત્રી એશ્વર્યા રાય સાથે તેજપ્રતાપના લગ્ન પટનાના બિહાર વેટનરી કૉલેજ ગ્રાઉન્ડમાં થશે. ચંદ્રિકા યાદવ બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયના પુત્ર છે.
5/6
લાલૂ પ્રસાદ યાદવ 18 એપ્રિલે પટનામાં તેજપ્રતાપની સગાઈમાં સામેલ નહોતા થઈ શક્યા જેના પર તેમના પરિવારે દુખ વ્યક્ત કર્યું હતું. તેજપ્રતાપે એક ભાવૂક ટ્વિટ પણ કર્યું હતું, 'મિસ યૂ પાપા'
6/6
ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવની સૌથી નાની દિકરી રાજલક્ષ્મીના લગ્નમાં પીએમ મોદી હાજર રહ્યા છે. 26 ફેબ્રુઆરી 2015ના દિલ્લીના અશોક હોટલમાં યોજાયેલા આ લગ્નમાં પીએમ મોદી પણ પહોંચ્યા હતા.