શોધખોળ કરો
યુવતીને યુવતી સાથે જ બંધાયા સંબંધ, તેને પોતાની બનાવવા કર્યો એવો ખેલ કે જાણીને મગજ ભમી જશે

1/5

નવી દિલ્હીઃ યૂપીના આગ્રામાં બે યુવતીએ એક બીજાને પામવા માટે સામૂહિક લગ્ન સમારંભમાં લગ્ન કરી લીધા. જોકે હવે બન્નેને ભેદ ખૂલ્યો છે અને તેના પરિવારમાં ભૂકંપ આવી ગયો છે. કારણ કે, યુવતીએ યુવક બનીને પોતાના પ્રેમને પામવા માટે પ્રેમી યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરિવારજનોએ જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ બંને યુવતીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ બંને કોઈને સાંભળવા તૈયાર નથી.
2/5

મળતી માહિતી મુજબ આ આખો કિસ્સો એત્માઉદ્દોલા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ટેડી બગિયાની રહેવાસી યુવતી સોનીએ કાર્તિક નામનો યુવક બનીને પ્રીતિ નામની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બંનેને મુલાકાત આ વિસ્તારમાં થઈ હતી.
3/5

પ્રીતિ એક સ્કૂલમાં અભ્યાસ કરાવતી હતી, જ્યારે કે સોની તેની પાસે જ નોકરી કરતી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો તો, કાર્તિકે પ્રીતિની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વચ્ચે પ્રીતિને કાર્તિક બનેલી સોનીની હકીકત માલૂમ પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ ત્યા સુધી પ્રીતિને સોની સાથે પ્રેમ થઈ ગયો હતો.
4/5

બંને યુવતીઓએ ઘરના લોકોથી છુપાવીને પહેલા તો સગાઈ કરી હતી, અને બાદમાં ભીમનગરી વિસ્તારમાં યોજાયેલા એક સામૂહિક સમારોહમાં લગ્ન પણ કર્યા હતા. એટલું જ નહિ, સામૂહિક સમારોહમાં લગ્ન કરવા માટે તેઓ ભાડાના સ્વજનો પણ લઈ ગયા હતા. બંનેએ ત્યા લગ્ન કર્યા હતા. કાર્તિક બનેલી સોનીનો ભેદ ત્યારે ખૂલ્યો હતો, જ્યારે તે લગ્ન બાદ તેને વિદાય કરવા આવી હતી. પ્રીતિના ઘરવાળાઓએ કથિત યુવકની જોરદાર પિટાઈ કરી હતી.
5/5

આ દરમિયાન પ્રીતિને પોતાના પ્રેમને બચાવવા માટે અગાશી પરથી કૂદી ગઈ હતી. હાલ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બંને યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં વાલીઓને ધમકી આપી હતી કે, જો તેમને અલગ કરવામાં આવશે, તો જીવ આપી દેશે. તેઓ એકબીજાને બહુ જ પ્રેમ કરે છે.
Published at : 24 Apr 2018 10:40 AM (IST)
Tags :
Agraવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
