ખેડૂતોનું કહેવુ છે કે, જો સરકાર તેમની માંગો નહીં માને તો આ આંદોલન વધુ લાંબુ ખેંચાઇ શકે છે. ખેડૂતોની માંગ છે કે, આદિવાસીઓની જમીનના મામલાનુ સમાધાન કરવામાં આવે. સાથે લૉડ શેડિંગની સમસ્યા, વનાધિકાર કાયદો, દુષ્કાળથી રાહત, મીનિમમ સપોર્ટ પ્રાઇસ, સ્વામીનાથન રિપોર્ટને જલ્દીથી લાગુ કરવામાં આવે.
2/6
20 હજારથી વધુ ખેડૂતો આઝાદ મેદાનમાં આવી રહ્યાં છે, જે અંદાજે 180 કિલોમીટરની લાંબી યાત્રા કરીને અહીં પહોંચ્યા છે.
3/6
4/6
5/6
રિપોર્ટ્સ અનુસાર, આઝાદ મેદાનમાં આજે લગભગ 20 હજારથી વધુ ખેડૂતો એકઠા થઇ વિરોધ પ્રદર્શનમાં જોડાઇ શકે છે. કિસાન મોરચાના બેનર હેઠળ પ્રદર્શન બે દિવસ સુધી ચાલશે. ખેડૂતોનુ પ્રદર્શન મુલુંડથી શરૂ થઇ ગયુ છે અને આજે બપોરે આઝાદ મેદાન ચાલશે.
6/6
મુંબઇઃ દેશભરમાં બીજેપી વિરુદ્ધ ખેડૂતોએ મોરચો માંડ્યો છે હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં પણ આગ લાગી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકાર સામે આજે મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતો હલ્લા બોલ કરીને પ્રદર્શન કરવાના છે.