અલ્હાબાદ: આજકાલ મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર કરવામાં આવે છે જેના કારણે લાચાર મહિલાઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવતી હોય છે. આવો જ કિસ્સો અલ્હાબાદમાં બન્યો હતો. અહીં એક નવપરણિત મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ દરમિયાન તેના અંડરગાર્મેન્ટ્સમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી.
2/5
સુમનના પોસ્ટમોર્ટમ દરમિયાન તેના અંડરગાર્મેન્ટ્સમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તે ઈચ્છા અનુસાર યુવક સાથે લગ્ન ન થવાથી નિરાશ હોવાની વાત કરી હતી. સુમનના ભાઈ દિલીપે સૌરભના પરિવારજનો સામે હત્યાની ફરિયાદ નોંઘાવી છે.
3/5
સુમનના સાસરીયાવાળા તેના ઉપર અત્યાચાર ગુજારતા હતા. અને તેના પરિવારજના સાથે વાત પણ કરવા દેતા નહોતા. આથી ભાઈ દિલીપને ઘટનાનો ખ્યાલ આવી જતા તે બહેનના ધરે પહોંચ્યા હતો. ત્યાં બહેનના ઘરે તેની લાશ લટકતી જોવા મળી હતી. આ મામલે પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સુમનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
4/5
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં ભોગ બનનાર યુવતીનું નામ સુમન છે અને તે એક ડિગ્રી કોલેજમાં બીએ સેકન્ડ યરની સ્ટુડન્ટ હતી. થોડા સમય પછી સુમનના લગ્ન સૌરભ દુબે સાથે કરવામાં આવ્યા હતા. સુમનના ભાઈ દિલીપે આરોપ લગાવ્યો છે કે, સૌરભ એલએલબીનો અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું, જોકે આ વાત ખોટી નીકળી હતી.
5/5
સુસાઈડ નોટમાં યુવતીએ લખ્યું હતું કે-‘જે યુવકને હું પ્રેમ કરતી હતી તેની સાથે લગ્ન કરવાના બદલે બળજબરીપૂર્વક અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા. જેથી આ જીવન મારા માટે ભાર બની ગયો હતો.’ બીજી તરફ યુવતીના ભાઈએ તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.