પોલીસે જ્યારે બંનેને બોલાવ્યા તો નવીનની પ્રથમ પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી હતી. જ્યારે નવીન બંનેને સાથે રહેવાની વાત કરી રહ્યો હતો. બીજી તરફ મહિલાનો પતિ પણ તેને સાથે રાખવા તૈયાર નથી. આવા સમયે પોલીસે નવીનને જેલ મોકલી દીધો છે અને મામલો પતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
2/4
આરોપી નવીન પહેલાથી પરણિત છે અને બે બાળકોનો પિતા છે. જ્યારે મહિલા પણ બે બાળકોની માતા છે. નવીને પોતાની પત્નીને અને મહિલાએ પોતાના પતિને કિસનો વીડિયો બનાવીને મોકલ્યો ત્યારે આ અફેરની ઘટના વિશે બધાને ખબર પડી હતી. વીડિયો જોયા પછી આ કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
3/4
નવી દિલ્હીઃ યૂપીના બાગપતમાં એક યુવકને મિત્રની પત્નીને ભગાડી લઈ જવી ભારે પડી છે. યુવક મિત્રની પત્નીને ભગાડ્યા બાદ મિત્રને ચિડવવા માટે મહિલા સાથેનો એક વીડિયો બનાવીને તેને મોકલ્યો હતો. આરોપી યુવક પહેલાથી જ પરણિત છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો છે.
4/4
આ ઘટના બાગપત ક્ષેત્રના ટટીરી વિસ્તારની છે. જ્યાં થોડા દિવસ પહેલા નવીન ચૌધરી નામનો યુવક પડોશમાં રહેતી પોતાના મિત્રને પત્નીને લઈને ફરાર થઈ ગયો હતો. બંને સાથે રહેવા લાગ્યા હતા. નવીન મિત્રના ઘરે અવારનવાર જતો ત્યારે જ બન્ને વચ્ચે અફેર શરૂ થયું હતું.