નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિક ગડકરી હાલમાં પોતાના નિવેદનને કારણે ચર્ચાનો વિષય બન્યા છે. ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ હારની જવાબદારી નક્કી કરવાના નિવેદન પર પડકરી પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે, પરંતુ હવે તેમણે બીજું નિવેદન દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂને લઈને આપ્યું છે. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ જવાહરલાલ નેહરૂના ભાષણના વખાણ કર્યા છે અને તેમને નેહરૂના ભાષણ ગમે છે એવું કહ્યું.
2/3
એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સિસ્ટમને સુધારવા માટે બીજી બાજુ તરફ આંગળી કેમ ચીંધો છે, પોતાના તરફ કેમ નહીં. જવાહર લાલ નેહરુ કહેતા હતા કે ઇન્ડિયા ઇઝ નોટ એ નેશન, ઇઝ ઇઝ એ પોપ્યુલેશન. આ દેશનો દરેક વ્યક્તિ દેશ માટે પ્રશ્ન છે, સમસ્યા છે. તેમના ભાષણ મને ખૂબ પસંદ છે. તો હું આટલું તો કરી શકું છું કે હું દેશની સામે સમસ્યા ન બનું.
3/3
નીતિન ગડકરીનું આ નિવેદન 24 ડિસેમ્બરનું છે. નીતિન ગડકરીના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના પ્રતિભાવો આવી રહ્યા છે.