શોધખોળ કરો
રાજસ્થાનઃ હિંડૌનમાં ટોળાએ દલિત નેતાઓના ઘર ફૂંકી માર્યા, જાણો વિગતે
1/6

વેપારીઓ સાથે મારપીટ પણ કરાઇ હતી અને દુકાનો લૂંટી લેવાઇ હતી. શહેરના બજારોની દુકાનોમાં તોડફોડ કરાઇ હતી. જેના વિરોધમાં વેપારીઓ અને અન્ય સમુદાયોના લોકોએ મંગળવારે બંધનું એલાન આપ્યું હતું. તણાવને જોતાં સ્થાનિક સત્તાવાળાઓએ ૧૪૪ની કલમ લાગુ કરી હતી પરંતુ તેનું ઉલ્લંઘન કરીને 4૦,૦૦૦નું ટોળું જમા થઇ ગયું હતું.
2/6

જયપુરઃ એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સોમવારે દેશવ્યાપી બંધના એલાન દરમિયાન થયેલી હિંસાના પડઘા મંગળવારે પણ પડયા હતા. રાજસ્થાનના કરૌલીમાં મંગળવારે ટોળાએ હિંડૌનના વર્તમાન દલિત ધારાસભ્ય રાજકુમારી જાટવ અને પૂર્વ દલિત ધારાસભ્ય ભરોસીલાલ જાટવના ઘરોમાં આગ ચાંપી હતી. તે ઉપરાંત દલિત સમાજની એક હોસ્ટેલમાં તોડફોડ કરાઇ હતી અને એક શોપિંગ મોલમાં આગ ચાંપી દેવાઇ હતી.
Published at : 04 Apr 2018 09:48 AM (IST)
View More























