આ બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહ સિવાય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાન અને પ્રકાશ જાવડેકર હાજર રહ્યા. રાષ્ટ્રપતિ હવે કાયદાકીય રીતે સત્ર બોલાવશે. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે અહીં પત્રકારોને જણાવ્યું કે સત્રમાં લગભગ 18 કામકાજના દિવસો હશે. જણાવી દઇએ કે, વિપક્ષ કેન્દ્રની સરકાર જમ્મૂ કાશ્મીરમાં એકાએક રાજ્યપાલ શાસન લાગૂ થવાના મુદ્દે ઘેરી શકે છે.
2/3
નવી દિલ્હીઃ સંસદનું મોનસૂન સત્ર આ વખતે 18 જૂલાઇથી શરૂ થઇને 10 ઓગષ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સોમવારે અહીં થયેલ સંસદીય મામલાનો કેબિનેટ સમિટિની બેઠકમાં આ રજૂઆત કરી. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી ગઠબંધન તુટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાને લઈને વિરોધી દળો સંસદમાં સરકારને ઘેરવાની કોશિશ કરશે. સંસદના આ સત્રમાં ઘણા મહત્વના બીલો રજૂ થવાની સંભાવના છે.
3/3
માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર સંસદના આ મોનસૂન સત્રમાં ત્રિપલ તલાક બિલ, ટ્રાન્સઝેન્ડર બિલ અને ઓબીસી માટે રાષ્ટ્રીય આયોગને સંવિધાનિક દરજ્જાનું બિલ લાવી શકે છે.