નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી 12મી ડિસેમ્બરે યોજાનારા પુત્રી ઇશાના લગ્નને લઇને ખુશ છે. ઇશા પોતાના મિત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરશે.
2/5
ઉલ્લેખનીય છે કે, ઇશા અંબાણીના લગ્ન તેના મિત્ર આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરે મુંબઇમાં યોજાશે. લગ્ન શાહી ભારતીય રિવાજ પ્રમાણે જ થશે. અંબાણી અને પીરામલ પરિવાર છેલ્લા 40 વર્ષથી મિત્રો છે.
3/5
4/5
ઇશાના લગ્નને લઇને મુકેશ અંબાણી અને પુત્ર અનંત આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પહોંચ્યા છે. અહીં તેમને તેમને લગ્નની કંકોત્રી ભગવાન વેંકેટેશને ચઢાવ્યુ. મુકેશ અંબાણીએ પુત્રીના લગ્ન માટે સૌથી પહેલા ભગવાન બાલાજી વેંકેટેશને આમંત્રણ આપ્યુ છે. આ દુનિયાનુ સૌથી ધનાઢ્ય મંદિર છે.
5/5
તિરુપતિ મંદિરમાંથી બહાર નીકળતી વખતે મુકેશ અંબાણીએ લાલ સિલ્કનો દુપટ્ટો ઓઢ્યો હતો. આ પહેલા અંબાણી પરિવારે મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરમાં પહેલુ કાર્ડ ચઢાવ્યુ હતું.