ઇશા હાલમાં રિલાયન્સ જિયોની જવાબદારી સંભાળે છે. તે સિવાય ઇશા રિલાયન્સની ટેલિકોમ અને રિટેલ કંપનીઓની ડિરેક્ટર પણ છે. રિલાયન્સમાં જોડાયા તે અગાઉ ઇશાએ અમેરિકામાં ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ મેકિંસેમાં કામ કર્યું છે. જ્યારે આકાશ જિયો પ્રોજેક્ટનો હેડ ડિરેક્ટર છે. તે સિવાય રિલાયન્સના રિટેલ બોર્ડ મેમ્બરોમાં સામેલ છે. આકાશે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
2/5
મુંબઇઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના માલિક એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝિનની રિયલ ટાઇમ અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણીની સંપત્તિ 42.1 અબજ ડોલર આંકવામાં આવી છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીની વાઇફ નીતા અંબાણીએ પોતાના જોડિયાં સંતાનોનાં નામ ઈશા-આકાશ કેમ રાખ્યા હતા તેનો ખુલાસો કર્યો હતો.
3/5
અમેરિકા પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ દીકરીનું નામ ઇશા અને દીકરાનું નામ આકાશ રાખ્યું હતું. જેની પાછળનું કારણ જણાવતા મુકેશ અંબાણીએ નીતા અંબાણીને કહ્યું કે, હું વિમાનમાં પર્વતો પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મને આ સમાચાર મળ્યા હતા. જેથી દીકરીનું નામ ઇશા રાખવામાં આવ્યું છે જેનો અર્થ પર્વતોની દેવી થાય છે.
4/5
આ જાણકારી મળ્યા બાદ મુકેશ અંબાણી, તેમની માતા અને એક ડોક્ટરને સાથે લઇને એક પ્રાઇવેટ પ્લેનમાં ભારતથી અમેરિકા આવવા રવાના થયા હતા. જોકે, મુકેશ અંબાણી અમેરિકા પહોંચે તે અગાઉ જ રસ્તામાં પાયલટે મુકેશ અંબાણીને ખુશખબર આપતા કહ્યું કે, તેઓ બે જોડિયા બાળકોના પિતા બન્યા છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.
5/5
તાજેતરમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ ખુલાસો કર્યો હતો કે, ઇશા અને આકાશના જન્મ સમય અગાઉ તે અમેરિકામાં હતી જ્યારે મુકેશ અંબાણી ભારતમાં હતા. જ્યારે મુકેશ અંબાણીને ડોક્ટરોએ જાણકારી આપી કે નીતા અંબાણી કોઇ પણ સમયે બાળકને જન્મ આપી શકે છે.