માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ બિલ રજૂ કરતા કહ્યું, વર્ષ 1988ના મોટર વ્હીકલ એક્ટમાં 30 વર્ષ બાદ સંશોધન કર્યા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે.
2/5
તેમણે આ બિલ જલ્દીથી પાસ કરવાની અપિલ સાથે સદનમાં કહ્યું દેશ દુનિયામાં સૌથી વધારે પાંચ લાખ રોડ અકસ્માત દર વર્ષે થાય છે જેમાં દોઢ લાખ લોકો પોતાના જીવ ગુમાવવા પડે છે.
3/5
નવી દિલ્લી: દારૂ પીને ગાડી ચલાવવી આવનારા દિવસોમાં ખૂબ જ મોંધી પડશે. દારૂ પીધેલી હાલમાં ગાડી ચલાવતા પકડાશો તો હવે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે. જેના સંબંધમાં લોકસભામાં આજે એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
4/5
ગડકરીએ કહ્યું હવેથી લોકો લર્નિંગ લાઈસેંસ માટે ઘરે બેઠા આવેદન કરી શકશે પરતું સ્થાયી લાઈસેંસ માટે કોમ્પૂયૂટરના માધ્યમથી પરીક્ષા આપવી પડશે. તેમણે કહ્યું, નેતા, અભિનેતા, પત્રકાર કોઈપણ હોય, બધાને પરીક્ષા આપીને જ લાઈસેંસ મળશે.
5/5
નિતિન ગડકરીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું, દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ડ્રાઈવિંગ લાઈસેંસ સરળતાથી મળી જાય છે, એક વ્યક્તિ ચાર ચાર રાજ્યોમાં જઈને ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવે છે.