શોધખોળ કરો
પીએમ મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર 6 KM સુધી ખુલ્લી જીપમાં રૉડ શૉ કર્યો

1/5

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે દિલ્હી0-મેરઠ એક્સપ્રેસ વેના પહેલા ફેઝના ઉદઘાટન બાદ રૉડ શૉ કર્યો, આ પ્રસંગે રૉડની કિનારે ભારે સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતો. મોદીની સાથે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું ઉદઘાટન કરશે, આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજર છે.
2/5

મોદી નિઝામુદ્દીનમાં જે એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે તે દિલ્હીથી મેરઠને જોડશે. આ 96 કિલોમીટર લાંબો છે. જેનાથી દિલ્હી અને મેરઠ તેમજ પશ્ચિમી ઉત્તરપ્રદેશ વાળાને ટ્રાફિક જામથી છૂટકારો મળશે. દિલ્હી-મેરઠ વચ્ચેનું અંતર માત્ર 45 મિનિટમાં જ પૂરું થશે. આ એક્સપ્રેસ વે બનાવવાનો ખર્ચ 841 કરોડ રૂપિયા થયો છે. વડાપ્રધાન અહીંથી હેલિકોપ્ટરમાં બાગપત રવાના થશે.
3/5

ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે (EPE) 135 કિલોમીટર લાંબો છે. આ હરિયાણાના સોનીપત અને પલવલને જોડે છે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વે પર ચાર સોલર પ્લાન્ટ લગાડવામાં આવ્યાં છે. રાત્રે આ રોડ સોલર એનર્જીથી જ રોશન થશે.
4/5

હવે તેઓ બાગપતમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેની વાત કરીએ તો આ દેશનો પહેલો સ્માર્ટ અને સોલર એનર્જીથી સજ્જ એક્સપ્રેસ વે છે. ગત દિવસે આ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનમાં મોડું થતાં સુપ્રીમ કોર્ટે હાઈવે ઓથોરિટીને ફટકાર લગાવી હતી અને 1લી જૂનથી ખોલવાના નિર્દેશ આપ્યાં હતા.
5/5

વડાપ્રધાન મોદીએ યમુના બ્રિજના ઉદ્ઘાટન દરમિયાન મોદીનો ખુલી જીપમાં છ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. પીએમે દિલ્હીના નિઝામુદ્દીન અને ઉત્તર પ્રદેશના બાગપતમાં બે એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંતર્ગત સૌપ્રથમ તેઓએ નિઝામુદ્દીનમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે
Published at : 27 May 2018 11:53 AM (IST)
Tags :
PM Narendra Modiવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
