કોવિંદે કહ્યું કે, ‘આજે આપણે આપણા ઈતિહાસના એક એવા વળાંક પર ઊભા છીએ, જે એક રીતે ઘણો અલગ છે. આજે આપણે ઘણા એવા લક્ષ્યોની ઘણા નજીક છીએ, જેના માટે આપણે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છીએ. બધા માટે વીજળી, ખુલ્લામાં શૌચથી મુક્તિ, બધા બેઘરોને ઘર અને અતિ-નિર્ધનતાને દૂર કરવાનું લક્ષ્ય હવે આપણી પહોંચમાં છે.’
2/7
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આપણા જવાનો દેશની આશાઓ અને આકાંક્ષાઓનો પાયો છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં યુવાનો અને વરિષ્ઠ-જનો બધાની સક્રિય ભાગીદારી હતી. પરંતુ એ સંગ્રામમાં જોશ ભરવાનું કામ વિશેષ રીતે યુવા વર્ગે કર્યું હતું. આપણે આપણા યુવાનોનો કૌશલ-વિકાસ કરીએ છીએ, તેમને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઉદ્યમિતા માટે તથા કળા અને શિલ્પ માટે પ્રરિત કરીએ છીએ. જ્યારે આપણે આપણા યુવાનોની અસીમ પ્રતિભાને ઊભરવાની તક આપીએ છીએ, ત્યારે જ દેશ આગળ વધે છે.’
3/7
રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહિલાઓ આપણા સમાજની એક વિશેષ ભૂમિકા છે. ઘણા પ્રકારે મહિલાઓની આઝાદીને વ્યાપક બનાવવામાં જ દેશની આઝાદીની સાર્થકતા છે. તેમણે કહ્યું કે, ‘આ સાર્થકતા, ઘરોમાં માતાઓ, બહેનો અને દીકરીઓના રૂપમાં, તથા ઘરથી બહાર પોતાના નિર્ણયો મુજબ જીવન જીવવાની તેમની સ્વતંત્રતામાં જોઈ શકાય છે. તેમણે પોતાની રીતે જીવવાના તથા પોતાની ક્ષમતાનો ઉપયોગ, ભલે ઘરની પ્રગતિમાં કરે કે પછી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને કરે, તેમને પોતાનો વિકલ્પ પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી હોવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘એક રાષ્ટ્ર અને સમાજના રૂપમાં આપણે એ સુનિશ્વિત કરવાનું છે કે મહિલાઓને જીવનમાં આગળ વધવાના બધા અધિકાર અને ક્ષમતાઓ સુલભ હોય. જ્યારે આપણે મહિલાઓ દ્વારા ચલાવાતા ઉદ્યમો કે સ્ટાર્ટ-અપ માટે આથિક સંસાધનો ઉપલબ્ધ કરાવીએ છીએ, કરોડો ઘરોમાં એલપીજી કનેક્શન પહોંચાડીએ છીએ અને આ પ્રકારે મહિલાઓનું સશક્તિકરણ કરીએ છીએ, ત્યારે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓનું ભારત બનાવીએ છીએ.’
4/7
કોવિંદે કહ્યું કે, ‘આપણા સૈનિક, સરહદો પર, બરફાચ્છાદિત પહાડો પર, ધોમધખતા તાપમાં, દરિયા અને આકાશમાં, પૂરી બહાદુરી અને સતર્કતાની સાથે, દેશની સુરક્ષામાં સમર્પિત રહે છે. તે બહારના ખતરાઓથી સુરક્ષા કરીને આપણી સ્વાધિનતા સુનિશ્વિત કરે છે. જ્યારે આપણે સૈનિકો માટે સારા હથિયાર ઉપલબ્ધ કરાવીએ છીએ, સ્વદેશમાં જ સંરક્ષણ ઉપકરણો માટે સપ્લાય ચેઈન વિકસીત કરીએ છીએ, અને સૈનિકોને કલ્યાણકારી સુવિધાઓ પ્રદાન કરીએ છીએ, ત્યારે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત બનાવીએ છીએ.’ આપણી પોલીસ અને અર્ધસૈનિક દળ ઘણા પ્રકારના પડકારોનો સામનો કરે છે. તે આતંકવાદનો મુકાબલો કરે છે તેમજ ગુનાઓને રોકે છે અને કાયદો-વ્યવસ્થાની રક્ષા કરે છે.
5/7
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણા ખેડૂતો એ કરોડો દેશવાસીઓ માટે અન્ન ઉત્પન્ન કરે છે, જેમને તેઓ ક્યારેય મળ્યા પણ નથી હોતા. તે દેશ માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવી આપણી આઝાદીને શક્તિ આપે છે. જ્યારે આપણે તેમના ખેતરોની ઉપજ અને તેમની આવક વધારવા માટે આધુનિક ટેકનોલોજી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ, ત્યારે આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓનું ભારત બનાવીએ છીએ.’
6/7
રાષ્ટ્રપતિએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય સેનાનીના સપનાઓનું ભારત બનાવવાનું આહવાહન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશને હજુ ગરીબી અને અસમાનતાથી મુક્ત કરવા માટે મહત્વનું કામ કરવાનું છે. દેશની આઝાદીના 71 વર્ષ પૂરા થવા પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણે નસીબદાર છીએ કે આપણને મહાન દેશભક્તોનો વારસો મળ્યો છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને એક આઝાદ ભારત સોંપ્યું છે. સાથે જ તેમણે કંઈક એવા કામ પણ સોંપ્યા છે, જેને આપણે બધાં મળીને પૂરા કરીશું. દેશની આઝાદીને શક્તિ આપવામાં ખેડૂતોનું પણ મહત્વનું યોગદાન છે.
7/7
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વિકાસમાં મહિલાઓ અને યુવાનોના યાગદાનની પ્રશંસા કરતા તેમને વધુ તક આપવાની વકીલાત કરી છે. મંગળવારે આઝાદીની પૂર્વ સંધ્યા પર દેશના નામ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ સેના અને પોલીસ ફોર્સના કામોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમના વિના દેશમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ ન શકે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશમાં હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. આજે દેશ એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં આપણે ધ્યાન ભટકાવતા મુદ્દાઓમાં ફસાવાની જરૂર નથી અને નિરર્થક વિવાદોમાં પડીને પોતાના લક્ષ્યોથી હટવાની કોઈ જરૂર નથી.