શોધખોળ કરો
રાહુલ ગાંધી ‘પપ્પૂ’ નથી રહ્યા, હવે તે ‘પપ્પા બની ગયા છે, જાણો ક્યા કેન્દ્રીય મંત્રીએ કર્યું આ નિવેદન
1/3

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અઠાવલેએ કહ્યું કે, હું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સેના સુપ્રીમો બાલ ઠાકરેના સપના પૂરા કરવાની અપીલ કરું છું. શિવસેનાએ એકલા ચૂંટણી લડવી ન જોઈએ. તેણે કહ્યું કે, કોંગ્રેસને એવી ધારણા ન રાખવી જોઈએ કે, માત્ર રફાલે સોદાને લઈને તે 2019ની ચૂંટણી જીતી જશે.
2/3

નવી દિલ્હીઃ ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની જીતનાં સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ સંકેત આપ્યા કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા બની ગયા છે. તેણે એ પણ કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપની ચૂંટણી હારને પ્રધાનમંત્રી મોદી સાથે કંઈ લેવા દેવા નથી. અઠાવલેની પાર્ટી આરપીઆઈ (એ) એનડીએનો એક ભાગ છે.
Published at : 17 Dec 2018 09:49 AM (IST)
View More





















