આજે સુપ્રીમ કોર્ટ કેટલાક ખાસ મામલાઓની સુનાવણી કરશે, જેમાં રાજધાની દિલ્હીમાં થઇ રહેલી સીલિંગ, જેલોમાં રિફોર્મ અને ચૂંટણી સાથે જોડાયેલા મામલાઓ પણ સામેલ છે. જસ્ટિસ રંજન ગોગોઇ સુપ્રીમ કોર્ટના 46મી મુખ્ય ન્યાયાધીશ છે.
3/5
નોંધનીય છે કે, 12મી ફેબ્રુઆરી, 2011એ જસ્ટિસ ગોગોઇ પંબાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. 23 એપ્રિલ 2012ના દિવસે તે સુપ્રીમ કોર્ટમાં આવ્યા, કહેવાઇ રહ્યુ છે કે, સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ગોગોઇનો કાર્યકાળ એક વર્ષ, એક મહિનો અને 14 દિવસનો હશે. તે 17 નવેમ્બર, 2019ના રોજ સેવાનિવૃત થશે
4/5
દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવાર બુધારે સુપ્રીમ કોર્ટમાં હાજર થશે, સીલિંગના મુદ્દે રાજધાનીમાં રાજનીતિ ચરમ પર છે. મનોજ તિવારીએ સોમવારે આ અંગે એક એફિડેવિટ દાખલ કરી હતી.
5/5
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇનો કાર્યકાળ આજથી શરૂ થઇ ગયો છે. મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રંજન ગોગોઇને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદના શપથ લેવડાવ્યા. મંગળવારે જસ્ટિસ દીપક મિશ્રાનો CJI તરીકેનો કાર્યકાળ પુરો થયો હતો.