મુંબઈઃ રિઝર્વ બેંકે 10 રૂપિયાના નકલી બજારમાં હોવાની અફવાને નકારી કાઢતા કહ્યું કે, લોકોએ આ પ્રકારની અફવા પર ધ્યાન આપવું ન જોઈએ. કેન્દ્રીય બેંકે લોકોને તમામ પ્રકારના વ્યવહારમાં કોઈપણ ખચકાટ વગર સિક્કા સ્વીકારવાનું કહ્યું છે.
2/3
રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું કે, એવી જાણકારી મળી છે કે, કેટલાક ઓછી જાણકારી ધરાવતા અથવા ખોટી જાણકારી ધરાવતા લોકો વેપાર, દુકાનદાર વગેરે સહિત સામાન્ય લોકોની વચ્ચે આ પ્રકારના સિક્કાને લઈને શંકાઓ ઉભી થઈ છે. તેનાથી દેશના કેટલાક ભાગમાં આ સિક્કાના ચલણમાં અડચણો ઉભી થઈ છે અને તેના કારણે ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે.
3/3
નિવેદન અનુસાર, રિઝર્વ બેંક લોકોને સલાહ આપે છે કે તે આ પ્રકારની અફવાહ પર ધ્યાન ન આપે અને તેને અવગણે તથા કોઈપણ ખટકાટ વગર પોતાના તમામ વ્યવહારમાં આ સિક્કાને કાયદાકીય ચલણ તરીકે સ્વીકારે.