પાંડેએ કહ્યું કે એ વાત સિદ્ધ છે કે તાજ મહેલ એક શિવમંદિર હતું, જેને એક હિંદુ રાજાએ બનાવડાવ્યં હતું. તાજ પ્રેમની નિશાની નથી, શાહજહાંએ તો મુમતાજની મોતના ચાર મહિના બાદ જ બીજા લગ્ન કરી લીધા હતા. તેમણે કહ્યું કે, અમે લોકો આ વાતના પુરાવા એકઠા કરી રહ્યા છીએ, બાદમાં અને લોકો સમક્ષ તેને રજૂ કરીશું.
2/4
તેમણે કહ્યું કે, જો મુસલમાનોને ત્યાં મનાઝ કરવાની મંજૂરી આપી શકાયતો હિંદુઓને શિવ ચાલીસ કરવાની પણ મંજૂરી મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ હિંદુ યુવા વાહિનીના કેટલાક કાર્યકર્તાઓએ તાજ મહેલની બહાર શિવ ચાલીના પાઠ કર્યા હતા.
3/4
જણાવીએ કે, તાજ મહેલ શુક્રવારે નમાઝને કારણે બંધ રાખવામાં આવે છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં ABISSના નેશનલ સેક્રેટરી ડો. બાલમુકુંદ પાંડે કહ્યું કે, તાજ મહેલ એક રાષ્ટ્રિય સંપત્તિ છે, તે તેનો મુસ્લિમોના ધાર્મિ સ્થળ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી શા માટે આપવામાં આવે છે. તાજ મહેલમાં નમાઝની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
4/4
આગ્રાઃ તાજ મહેલને લઈને વિતેલા ઘણાં દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિવાદની વચ્ચે ગુરુવારે તાજ મહેલની મુલાકાત લીધી. હવે આ વિવાદની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઇતિહાસ વિંગ અખિલ ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ (ABISS)એ માગ કરી છે કે તાજ મહેલમાં શુક્રવારે થનારી નમાઝ બંધ કરાવવામાં આવે.