દરમિયાન રાજ્યસભામાં મુદ્દો આવ્યો ત્યારે નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે રાઈટ- ઓફફ (લોન માફી)નું ખોટું અર્થઘટન નહીં કરવું જોઈએ.રાઈટ- ઓફફનો અર્થ લોન માફી નથી. બલકે, લોન માથે રહેશે જ. સીપીઆઈ (એમ)ના નેતા સીતારામ યેચુરીએ પ્રશ્ન પૂછ્યો હતો.
2/3
ત્ર્યંબકેશ્વર નગર પરિષદના સફાઈ કર્મચારી ભાઉરાવ સોનાવણેએ એસબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે માલ્યાની લોન માફ કરી તે રીતે મારી લોન પણ માફ કરવામાં આવે. મેં બેન્કને પત્ર લખીને માલ્યાની લોન માફ કરવાના નિર્ણયને વધાવીને અભિનંદન આપ્યા છે. સાથે મારી લોન માફ કરવાની પણ વિનંતી કરી છે, એમ સોનાવણેએ જણાવ્યું હતું. મેં મારા પુત્રની બીમારી પર ખર્ચ કરવા માટે લોન લીધી હતી. આથી સંબંધમાં બેન્ક મેનેજરને પત્ર લખ્યો છે, જેનો ઉત્તર હજુ સુધી બેન્કે આપ્યો નથી.
3/3
મુંબઈઃ સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈ દ્વારા કથિત રીતે કિંગફિશર એરલાઈન્સની લોન સહિત કુલ 7000 કરોડ રૂપિયાની લોન માફ કરવા પર ઉભા થયેલા વિવાદની વચ્ચે નાસિકના એક સફાઈ કર્મચારીએ એસબીઆઈને પત્ર લખીને તેની પણ 1.5 લાખ રૂપિયાની લોન માફ કરવાની માગ કરી છે.