શોધખોળ કરો
ખાંડ, મીઠાંની અછતની અફવાથી અફરાતફરીનો માહોલ, અનેક રાજ્યમાં મીઠું ખરીદવા લોકોની પડાપડી
1/6

ગુજરાતની વાત કરીએ તો મોડી રાત્રે મીઠા અને ખાંડનો પુરવઠો પૂરો થઇ ગયો હોવાની અફવાથી રાતોરાત તેના ભાવમાં 10 ગણો વધારો થઇ ગયો હતો. ખાંડના એક કિલોના ભાવ રૂ. 400 અને મીઠું 300 રૂ. કિલો થઇ ગયું હતું. ત્યારે ઇસનપુર, રાયપુર, દાણીલીમડા, જમાલપુર, જુહાપુરા, જીવરાજપાર્ક વિસ્તારની કરિયાણાની દુકાનો પર ખાંડ અને મીઠું લેવા લોકોની ભારે પડાપડી જોવા મળી હતી. જો કે, અમુક સ્થળોએ મીઠું 40 રૂ. કિલો વેચાયું હતું પરંતુ લોકોએ અહીં પણ પડાપડી કરી હતી.
2/6

નવી દિલ્હીઃ બજારમાં 500 અને 1000ની નોટ બંધ થવાની સાથે નવી નોટો મેળવા માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશના વિવિધ વિસ્તારમાંથી મીઠું ખતમ થઈ જવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે દિલ્લી,યુપી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકો મીઠુ ખતમ થઈ ગયું છે. તેવી અફવા ફેલાતા લોકો 100 થી લઈને 400 રૂપિયા સુધી મીઠુ ખરીદવમાં લાગી ગયા હતા. આ અફવાના કારણે વિવિધ વિસ્તારોમાં અફરાતફરીનો મોહોલ સર્જાયો હતો. તો જયારે આ અંગે કેંદ્રીય ઉપભોક્તા મંત્રાલયને પુછવામા આવ્યું તો તેમણે જણાવ્યુ કે દેશમાં મીઠાના કોઈ જ કમી નથી. અને તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
Published at : 12 Nov 2016 06:59 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















