આઝાદ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીનો કિર્તિમાન બનાવી ચુકેલા પવન ચામલિંગે અહીંયા પલજોર સ્ટેડિયમમાં આયોજીત રોજગાર મેળા 2019 દરમિયાન આ યોજનાનો શુભારંભ કર્યો અને આ સાથે જ તેમને રાજ્યના 32 વિધાનસભા ક્ષેત્રોના બે-બે લોકોને પોતાના હાથે અસ્થાયી નિમણૂક પત્ર સોંપ્યા છે.
2/4
ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારે અગાઉ આ યોજના અંતર્ગત 20 હજાર યુવાઓને તાત્કાલીક અસ્થાયી નોકરી આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના ઔપચારિક શુભારંભના સમાપ્ત થયા બાદ અધિકારિઓએ જવાબદારી સંભાળી અને નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. શનિવારે 11,772 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. ચામલિંગે કહ્યું કે બીજાને ટૂંક સમયમાં દસ્તાવેજ મળી જશે.
3/4
નવી દિલ્લી: સિક્કિમમાં મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે શનિવારે એક પરિવાર, એક નોકરી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ એવા પરિવારને નોકરી આપવામાં આવશે જે પરિવારમાં એક પણ સભ્ય સરકારી નોકરીમાં નથી. સાથે મુખ્યમંત્રીએ ખેતી અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતા દરેક લોકોનું દેવા માફીની જાહેરાત કરી છે.
4/4
મુખ્યમંત્રી ચામલિંગે જાહેરાત કરતા કહ્યું કે, હાલમાં કરવામાં આવી રહેલા અસ્થાયી નિમણૂકોને આગાઉના પાંચ વર્ષોમાં નિયમિત કરવામાં આવશે અને બધા લાભાર્થીઓને સ્થાયી કર્મચારી બનાવવામાં આવશે. વર્તમાનમાં 12 સરકારી વિભાગોના ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં નવી ભરતીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમે ચોકીદાર (ગાર્ડ), માળી, હોસ્પિટલમાં વોર્ડ અટેન્ડેન્ટ, અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓ, ગ્રામ્ય પોલીસ ગાર્ડ અને સહાયક ગ્રામ્ય પુસ્તકાલયાધ્યક્ષ સહિત 26 વિભિન્ન પદો માટે નિમણૂક કરી રહ્યાં છીએ.