ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ કાર્તિની તે અરજી પર સુનાવણી કરી રહ્યું હતું, જેમાં તેમને એક કંપની દ્વારા આયોજિત આંતરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ માટે આગામી થોડાક મહિનાઓ માટે ફ્રાન્સ, સ્પેન, જર્મની અને બ્રિટન જવાની મંજૂરી આપવાની માંગ કરી હતી. આ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 'ટૉટસ ટેનિસ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
2/4
કાર્તિ આપરાધિક મામલોનો સામનો કરી રહ્યાં છે અને આ મામલાની તપાસ ઇડી કરી રહ્યું છે, જેમાંથી એક મામલો આઇએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયાનુ વિદેશી ધન પ્રાપ્ત કરવા માટે વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ (એફઆઇપીબી) મંજૂરી સાથે સંબંધિત છે. જે સમયે આ મંજૂરી મળી તે સમયે કાર્તિના પિતા પી ચિદમ્બરન નાણામંત્રી હતા.
3/4
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ કાર્તિ ચિદમ્બરને કહ્યું કે, તમારે જ્યાં જવુ હોય ત્યાં જઇ શકો છો, જે કરવા માગો છો તે કરી શકો છો, પણ કાયદા સાથે રમત ના રમતાં. સુપ્રીમ કોર્ટે કાયદા સાથે રમત ના રમવા અને એરસેલ મેક્સિસ, આઇએનએક્સ મામલોમાં પુછપરછ માટે 5,6,7 અને 12 માર્ચે ED સામે હાજર થવા કહ્યું છે.
4/4
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તેમને વિદેશ જવુ હોય તો જઇ શકે છે, પણ પહેલા 10 કરોડ રૂપિયા જમા કરાવો.