જ્યુબિલી કોર્ટ બિલ્ડિંગના સેક્રેટરીએ કહ્યું હતું કે આ ફ્લેટ એક કંપનીનાં નામ પર છે. છેલ્લાં સાત વર્ષથી અહીં કોઈ રહેતું જ નથી. દર છ મહિને એક વાર કોઈ આવીને મેઈન્ટેનન્સ આપી જાય છે. આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટે આ ફેમિલી વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજી સુધી કોઈની પૂછપરછથઈ નથી. ફોર્મમાં અબ્દુલનું પેન કાર્ડ જમા કરાવાયું હતું અને તેના ત્રણ વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્નની પણ તપાસ કરવામાં આવી છે.
2/4
મુંબઈના આ સૈયદ ફેમિલીએ બાંદ્રા સ્થિત જે મકાનનું સરનામું ડિક્લેરેશનમાં આપ્યું હતું ત્યાં છેલ્લાં સાત વર્ષથી કોઈ રહેતું જ ન હોવાનું જાણવા મળ્યું છે. આ મકાન ખંડેર જેવું પડ્યું છે. ડિક્લેરેશન મુજબ સૈયદ પરિવારના ચાર લોકોનાં નામ છે. અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદ, તેનો દિકરો આરિફ, પત્ની રુખસાના અને બહેન નૂરજહાં. સરનામું ફ્લેટ નં.૪, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી કોર્ટ, ૨૬૯-બી, ટીપીએસ-૩, લિન્કિંગ રોડ, બાંદ્રા (વેસ્ટ) દર્શાવાયું છે.
3/4
મુંબઈઃ ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ(IDS) હેઠળ બે લાખ કરોડ રૂપિયાની જંગી આવક જાહેર કરનારું મુંબઈનું ફેમિલી લાપતા થઈ ગયું છે, જેને કારણે આ રહસ્ય વધુ ઘેરું બની ગયું છે. આવકવેરા વિભાગે રવિવારે મુંબઈના આ પરિવારનું ડિક્લેરેશન રદ કરી નાખ્યું હતું.
4/4
સૈયદ પરિવાર મૂળ મુંબઈનો નથી પણ મૂળ રાજસ્થાનનો હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે એ વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પણ આ શક્યતા એટલા માટે વ્યક્ત કરાઈ છે કે આ પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ સભ્યોનાં પાન કાર્ડ રાજસ્થાનના અજમેરમાં બન્યાં છે. આમ સૈયદ પરિવારનાં મૂળ રાજસ્થાનમાં હોવાનું મનાય છે.