આ ભયાનક વાવાઝોડાથી બચવા માટે અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે 11 અને 12 તારીખે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલીક રેલવે સેવાઓ બંધ કરવામાં આવી છે.
2/4
ભુવનેશ્વર: ચક્રવાતી ‘તિતલી’ વાવાઝોડાથી ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ છે. ઓડિશામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અનેક કાચા મકાનો પણ ધરાશાઈ થઈ ગયા છે. આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.
3/4
ઓડિશામાં વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ અને પુરી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ભારે વાવાઝોડાની ચેતવણી આપી છે.
4/4
આગામી થોડા કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધીને 165 કિમી પ્રતિ કલાક થઈ જવાનો અંદાજ છે. રાજ્ય સરકારે પાંચ જિલ્લાના પૂર્વ કાંઠામાં રહેતાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.