આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં વીજળી અને દીવાલ પડવાની બે અલગ-અલગ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે.
2/6
કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અનેક વિસ્તારોમાં પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત મંડી અને ગોડાઉનમાં રાખેલું અનાજ પણ પલળી ગયું છે.
3/6
બુધવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ધૂળ ભરી આંધી અને વરસાદના કારણે અંધારું છવાયેલું હતું. થોડીવાર સુધી આકાશમાં ધૂળ સિવાય કંઈ દેખાતું નહોતું. લુધિયાણા સહિત અનેક શહેરોમાં બપોરે દોઢ વાગ્યે અંધારું થઈ ગયું હોવાથી તંત્રએ સડકની લાઇટો શરૂ કરવી પડી હતી. ઉપરાંત વાહનચાલકોએ પણ હેડલાઇટ શરૂ કરી હતી.
4/6
રાજસ્થાનમાં વાવાઝોડું અને વરસાદના કારણે ઓછામાં ઓછા 15 લોકના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આંધ્ર પ્રદેશમાં મૂશળધાર વરસાદ અને વાવાઝોડાથી 13 લોકોના મોત અને પાંચ લોકો લાપતા થયા હોવાના અહેવાલ છે.
5/6
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નારાયણબગડમાં વાદળ ફાટવાથી અનેક દુકાનો અને મકાનોને નુકસાન પહોંચ્યું છે. જોકે તેમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. વાદળ ફટાવાથી જીતસિંહ માર્કેટમાં હાઇવે પર ઉભેલા ટ્રક, બોલેરો સહિત પાંચ વાહનો કાટમાળમાં દબાઈ ગયા. ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને લોકો ઘરમાં જવાથી પણ ડરી રહ્યા છે.
6/6
નવી દિલ્હીઃ અચાનક પડેલા ભારે વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉત્તર ભારતના અનેક રાજ્યો વરસાદથી પ્રભાવિત છે. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી મુશ્કેલી ઉભી થઈ છે તો રાજસ્થાન-આંધ્ર પ્રદેશમાં મળી કુલ 30 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.