શોધખોળ કરો
વિજય માલ્યા ભારત આવશે કે નહી? બ્રિટન કોર્ટમાં 31 જૂલાઈએ આવશે ચુકાદો
1/4

આ વર્ષે જૂનમાં વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે તેણે લોન ચૂકવવા માટે તેણે પુરતા પ્રયાસ કર્યા હતા. આ સંદર્ભમાં તેણે પીએમ મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીને પત્ર પણ લખ્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. સાથે જ માલ્યાએ કહ્યું, બેંકોએ તેને પોસ્ટર બોય તરીકે રજૂ કર્યો છે. પરિસ્થિતિ એવી થઈ છે કે મારૂ નામ સાંભળતા જ લોકોમાં ગુસ્સો ભડકી ઉઠે છે.
2/4

વિજય માલ્યાએ એ પણ કહ્યું છે કે તે બેંકોના બાકી લેણા ચૂકવવા માટે તૈયાર છે. પરંતુ જબરદસ્તીથી સંપત્તિ જપ્ત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બ્રિટનની કોર્ટે જે આદેશ આપ્યો છે તેમાં કોઈ ફરક નહીં પડે કારણ કે બ્રિટનની મોટાભાગની સંપત્તિઓ તેના પરિવારના નામ પર છે અને પરિવારની સંપત્તિને કોઈ સ્પર્શ પણ ન કરી શકે.
Published at : 13 Jul 2018 05:01 PM (IST)
View More





















