શોધખોળ કરો
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળને CIA એ ગણાવ્યા ધાર્મિક ઉગ્રવાદી સંગઠન
1/4

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખા વિશ્વ હિંદુ પરિષદ(વિહિપ) અને બજરંગ દળને અમેરિકાની ગુપ્ત એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલીજેન્સ એજન્સી (સીઆઇ)એ ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યા છે.
2/4

જણાવી દઇએ કે, સીઆઇએ એ વિશ્વ હિંદૂ પરિષદ અને બજરંગ દળને પોલિટિકલ પ્રેશર ગ્રુપ અને લીડર્સ કેટેગરી અંતર્ગત ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યા છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવ્યું છે. વિહિપ અને બજરંગ દળ સિવાય જમીયત અલેમાં-એ-હિંદને એક ધાર્મિક સંગઠનની સંજ્ઞા આપવામાં આવી છે. કાશ્મીરના ઓલ પાર્ટી હુર્રિયત કૉંન્ફ્રેન્સને અલગાવવાદી સંગઠન તરીકે દર્શાવ્યું છે.
Published at : 14 Jun 2018 11:25 PM (IST)
View More





















