આ અગાઉ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ પીએમ મોદી દ્વારા ફિટનેસ વીડિયો પર રૂપિયા 35 લાખ ખર્ચ થવાની વાત નકારી હતી. જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ટ્વિટર પર મોટી બહસ પણ ચાલી હતી.
2/5
તેમજ વીડિયોગ્રાફી પીએમઓના કેમરામેન દ્વારા કરવામાં આવી હતી અને વીડિયો માટે કોઈ પણ ખરીદી કરવામાં આવી નથી.
3/5
PMO તરફથી RTIના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, જેને બનાવવા પાછળ કોઈ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. વીડિયો વડાપ્રધાનના આવાસમાં જ બનાવવામાં આવ્યો છે.
4/5
આ વીડિયોમાં નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતો વીડિયો બનાવ્યો હતો. જોકે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો બનાવવા માટે 35 લાખ રૂપિયા ખર્ચ થયો હતો જોકે આ આરોપને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે.
5/5
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફિટનેસ વીડિયો બનાવવા પાછળ કરવામાં આવેલા ખર્ચની જાણકારી RTI દ્વારા માંગવામાં આવી હતી. જેના પર PMO તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે આ ફિટનેસ વીડિયો બનાવવા માટે કોઈ પણ ખર્ચ કરવામાં આવ્યો નથી. યોગ દિવસના એક અઠવાડિયા પહેલા 13 જૂનના વડાપ્રધાને ટ્વિટર પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો.