શોધખોળ કરો

Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ

Best Friend Advice: દરેક વ્યક્તિના જીવનમાં એક એવો મિત્ર જરૂર હોય છે, જે તમારા બાળપણના તોફાનોથી લઈને તમારી પસંદ-નાપસંદ સુધી બધું જ જાણતો હોય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાર્ટનર સાથેના નાના ઝઘડા મિત્રને કહેવાનું ટાળો.
  • પાસવર્ડ, બેંકિંગ માહિતી જેવી ગુપ્ત વિગતો શેર ન કરો.
  • અન્યના રહસ્યો તથા અપાકા ભવિષ્યના પ્લાન ગુપ્ત રાખો.
  • વારંવાર પોતાની નબળાઈઓ જણાવી તેને ઓળખ ન બનાવો.

Best Friend Advice: દરેક વ્યક્તિના જીવનમાં એક એવો મિત્ર જરૂર હોય છે, જે તમારા બાળપણના તોફાનોથી લઈને તમારી પસંદ-નાપસંદ સુધી બધું જ જાણતો હોય છે. ઘણીવાર મિત્રતા એટલી ગાઢ થઈ જાય છે કે આપણે આપણા જીવનની દરેક વાત તેમની સાથે શેર કરવા લાગીએ છીએ. પરંતુ દરેક વાત જણાવી દેવી અને એકબીજા પર વિશ્વાસ કરવો, એ બંને અલગ બાબતો છે. જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ એ સમજાઈ જાય છે કે કેટલીક વાતો માત્ર પોતાના સુધી જ રાખવી શ્રેષ્ઠ છે. આનાથી ન માત્ર તમારી અંગત જિંદગી સુરક્ષિત રહે છે, પરંતુ સંબંધો પણ સ્વસ્થ જળવાઈ રહે છે.

 

1. પાર્ટનર સાથેની નાની-નાની લડાઈ

અવારનવાર લોકો પોતાના પાર્ટનર સાથે ઝઘડો થતાં જ પોતાના બેસ્ટ ફ્રેન્ડને આખી કહાની કહી દે છે. પરંતુ બીજા દિવસે જ્યારે તમારું સમાધાન થઈ જાય છે, ત્યારે પણ મિત્રના મનમાં તમારા પાર્ટનર પ્રત્યે એ જ નકારાત્મક છબી બની રહી શકે છે. જો બાબત ગંભીર હોય, જેમ કે માનસિક કે શારીરિક ત્રાસ, તો ચોક્કસ મદદ લો. પરંતુ નાની-નાની બોલાચાલીને દરેક વખતે બીજા સુધી પહોંચાડવી યોગ્ય ગણાતી નથી.

આ પણ વાંચો...Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ

2. પાસવર્ડ અને બેંકિંગ સંબંધિત માહિતી

ક્યારેય પણ તમારા ફોનનો પાસવર્ડ, UPI પિન, ઈમેલનો પાસવર્ડ કે બેંકિંગને લગતી ગુપ્ત માહિતી કોઈ મિત્ર સાથે શેર કરવી જોઈએ નહીં. સામે વાળી વ્યક્તિ ગમે તેટલી ભરોસાપાત્ર કેમ ન હોય, પરંતુ આવી માહિતી હંમેશા ખાનગી જ રહેવી જોઈએ. જે રીતે ઘરનું તાળું દરેકને સોંપાતું નથી, તેવી જ રીતે ડિજિટલ સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

3. બીજાનું રહસ્ય 

જો પરિવારનો કોઈ સભ્ય કે કોઈ નજીકની વ્યક્તિ તમારા પર વિશ્વાસ મૂકીને પોતાની અંગત વાત જણાવે છે, તો તેને આગળ કોઈ અન્યને કહેવી જોઈએ નહીં. ચાહે તે તમારો બેસ્ટ ફ્રેન્ડ જ કેમ ન હોય. કોઈનો વિશ્વાસ જાળવી રાખવો એ તમારી સારી ટેવ અને મજબૂત વ્યક્તિત્વની ઓળખ છે.

4. અજંપાભર્યા સપના અને ભવિષ્યના પ્લાન

નવી નોકરી, વિદેશ જવાની તૈયારી કે કોઈ મોટા નિર્ણય જેવી વાતો ત્યાં સુધી શેર ન કરો, જ્યાં સુધી તે પાકી ન થઈ જાય. ઘણીવાર લોકો વારંવાર સવાલો પૂછવા લાગે છે અને જો પ્લાન પૂરો ન થઈ શકે તો બિનજરૂરી દબાણ અનુભવાય છે. શ્રેષ્ઠ એ જ છે કે પહેલા તમારા ધ્યેય પર કામ કરો અને સફળતા મળ્યા પછી જ આ ખુશખબર શેર કરો.

5. તમારી દરેક ઈનસિક્યોરિટી

દરેકના જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે આત્મવિશ્વાસ ઓછો અનુભવાય છે. આવા સમયે મિત્ર સાથે વાત કરવી ખોટી નથી, પરંતુ દરેક વાતચીતમાં પોતાની ખામીઓ ગણાવ્યા કરવી પણ યોગ્ય નથી. વારંવાર પોતાની નબળાઈઓની ચર્ચા કરવાથી એ જ વાતો ધીમે-ધીમે સત્ય જેવી લાગવા માંડે છે. તમારી પરેશાનીઓ વિશે ખુલીને વાત કરો, પરંતુ તેને તમારી ઓળખ ન બનવા દો. મિત્રતાનો અર્થ એ નથી કે તમે તમારા જીવનની દરેક વાત સામે વાળી વ્યક્તિને કહી દો. મજબૂત મિત્રતા વિશ્વાસ, સન્માન અને સમજણ પર ટકેલી હોય છે.

Frequently Asked Questions

પાર્ટનર સાથેની નાની લડાઈઓ શા માટે મિત્રને ન જણાવવી?

સમાધાન પછી પણ મિત્રના મનમાં પાર્ટનર પ્રત્યે નકારાત્મક છબી રહી શકે છે. ગંભીર બાબત હોય તો જ મદદ લેવી જોઈએ.

મિત્ર સાથે કઈ સંવેદનશીલ માહિતી શેર ન કરવી જોઈએ?

ફોન પાસવર્ડ, UPI પિન, ઈમેલ પાસવર્ડ કે બેંકિંગ માહિતી જેવી ગુપ્ત વિગતો ક્યારેય શેર ન કરવી. તે હંમેશા ખાનગી રાખવી.

બીજાનું રહસ્ય મિત્રને શા માટે ન કહેવું જોઈએ?

કોઈએ વિશ્વાસ મૂકીને અંગત વાત જણાવી હોય તો તે અન્ય કોઈને ન કહેવાય. વિશ્વાસ જાળવી રાખવો એ મજબૂત વ્યક્તિત્વની નિશાની છે.

ભવિષ્યના મોટા પ્લાન ક્યારે મિત્ર સાથે શેર કરવા યોગ્ય છે?

નવી નોકરી કે મોટા નિર્ણય જેવા પ્લાન પાકા ન થઈ જાય ત્યાં સુધી શેર ન કરો. સફળતા મળ્યા પછી જ ખુશખબર શેર કરવી શ્રેષ્ઠ છે.

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
Embed widget