Fruit Juice: હવે કંપનીઓ 100 ટકા ફ્રૂટ જ્યુસ વેચી શકશે નહી, FSSAIએ શું આપ્યો આદેશ
Fruit Juice: ફ્રૂટ જ્યૂસના નામે અનેક પ્રકારની પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓને આંચકો લાગ્યો છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ તમામ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તૈયાર ઉત્પાદનો પર 100 ટકા ફળોના રસનો દાવો કરે નહીં.
Fruit Juice: રિયલ ફ્રૂટ જ્યૂસના નામે અનેક પ્રકારની પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓને આંચકો લાગ્યો છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ તમામ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તૈયાર ઉત્પાદનો પર 100 ટકા ફળોના રસનો દાવો કરે નહીં. કંપનીઓએ તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ અને જાહેરાત કરતી વખતે પણ આવા દાવાઓ કરવાનું ટાળવું પડશે. FSSAI એ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને આ અંગે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.
જ્યુસ બોક્સ પરના લેબલ અને જાહેરાતો પણ દૂર કરવા પડશે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સોમવારે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી તમામ કંપનીઓએ ફળોના રસના બોક્સ પરના લેબલ અને જાહેરાતોમાંથી આ દાવો દૂર કરવો પડશે. FSSAIને માહિતી મળી હતી કે ઘણી કંપનીઓ સતત આવા ભ્રામક દાવા કરી રહી છે. તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તમામ FBOને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે અગાઉથી છપાઇ ચૂકેલી પેકેજિગં સામગ્રીને 1 સપ્ટેમ્બર, 2024 પહેલા ખત્મ કરી લે.
કોઈપણ કંપની 100 ટકા ફ્રૂટ જ્યુસનો દાવો કરી શકે નહી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ- 2018 મુજબ, કોઈપણ કંપની 100 ટકા ફ્રૂટ જ્યુસનો દાવો કરી શકે નહી. આ બધા ફ્રૂટ જ્યુસમાં સૌથી વધુ માત્રામાં પાણી હોય છે. તેમાં થોડી માત્રામાં ફળોનો રસ અથવા પલ્પ ઉમેરવાથી તે 100 ટકા ફ્રૂટ જ્યુસ બની જતો નથી. FSSAI અનુસાર, આવા ભ્રામક દાવાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ.
જો વધુ ખાંડ હોય તો તમારી પ્રોડક્ટને મીઠો રસ જાહેર કરવો પડશે.
તમામ FBO ને કહેવામાં આવ્યો છે કે તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનના નિયમોમાં રહીને કામ કરે. જો તેમના જ્યુસમા 15 ગ્રામ પ્રતિ કિલોથી વધુ સુગર હોય તો તેમણે પોતાના પ્રોડક્ટને સ્વીટ જ્યુસના હિસાબથી લેબલ કરવો પડશે. FSSAIએ કહ્યું કે તે ખાદ્ય સુરક્ષા નિયમોને સખત રીતે લાગુ કરવાનો સતત પ્રયાસ કરે છે. અમે કોઈપણ કંપનીને ગેરમાર્ગે દોરનારા દાવા કરીને ગ્રાહકોને નુકસાન પહોંચાડવાની મંજૂરી આપીશું નહીં. તમામ કંપનીઓએ ફ્રુટ જ્યુસને લઈને બનાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.