શોધખોળ કરો

Domestic Tips For Cockroaches: શું તમે પણ કોકરોચથી પરેશાન છો? આ 9 ટીપ્સને ફોલો કરશો તો ક્યારેય રસોડામાં નહીં ફરકે

kitchen Tips: શું તમે પણ તમારા રસોડામાં વારંવાર વંદાઓની હાજરીથી પરેશાન છો? જો તમારો જવાબ હા છે, તો આ લેખમાં દર્શાવેલ આ 9 સરળ ઘરેલું ઉપચાર અજમાવી જુઓ.

kitchen Tips: રસોડું આપણા ઘરનો એવો ભાગ છે જ્યાં આપણે સૌથી વધુ સમય વિતાવીએ છીએ. કારણ કે અહીં માત્ર ખોરાક જ નથી બનતો, પરંતુ સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય પણ બને છે. હા, તમે સાચું સાંભળ્યું. કારણ કે ખોરાકમાં અને સાફ-સફાઈમાં થોડી પણ બેદરકારી આખા પરિવારની તબિયત બગાડી શકે છે. જો રસોડામાં ગંદકી અને બીમારીઓનો ભંડાર એટલે કે કોકરોચ આવવા લાગે, તો તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે તેનાથી ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ કેમિકલ વગર રસોડામાંથી કોકરોચને કેવી રીતે ભગાવવા.

કોકરોચ ભગાવવાના 9 અસરકારક ઘરેલું ઉપાયો 

1. લવિંગ:
રસોડામાં રહેલા લવિંગ માત્ર ખોરાકનો સ્વાદ વધારવાનું કામ નથી કરતા, પરંતુ કોકરોચને ભગાવવામાં પણ મદદરૂપ છે. લવિંગની તીવ્ર ગંધ કોકરોચ સહન કરી શકતા નથી.

શું કરવું: રસોડાના ડ્રોઅર્સ અને કબાટમાં 8-10 લવિંગ મૂકી દો. તેની સુગંધથી કોકરોચ દૂર ભાગે છે.

2. બેકિંગ સોડા અને ખાંડ:
બેકિંગ સોડા કોકરોચના પેટમાં જઈને તેને ખતમ કરી દે છે, જ્યારે ખાંડ તેમને પોતાની તરફ ખેંચે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: સમાન માત્રામાં બેકિંગ સોડા અને દળેલી ખાંડ મિક્સ કરો અને તેને રસોડાના ખૂણાઓ, સિંકની નીચે અને કબાટની પાછળ છાંટી દો.

3. તમાલપત્ર
તમાલપત્ર આપણા ખોરાકનો સ્વાદ વધારે છે, પરંતુ કોકરોચને તેની સુગંધ બિલકુલ પસંદ હોતી નથી.

કેવી રીતે ઉપયોગ કરવો: 5-6 તમાલપત્રને હાથથી મસળીને અથવા પીસીને રસોડાના ખૂણામાં રાખી દો. તેની ગંધથી કોકરોચ તરત જ ભાગી જશે.

4. લીમડાનું તેલ:
લીમડામાં એવા ઘણા તત્વો હોય છે જે જીવજંતુઓ અને કોકરોચને દૂર ભગાવવામાં મદદરૂપ છે.

કેવી રીતે ઉપયોગ કરવો: તમે લીમડાના તેલને પાણીમાં ભેળવીને સ્પ્રે બનાવી શકો છો અથવા લીમડાના પાવડરને અસરગ્રસ્ત જગ્યાઓ પર છાંટી શકો છો.

5. વિનેગર 
રસોડામાંથી કોકરોચ ભગાવવા માટે વિનેગર સૌથી ઉત્તમ અને સરળ રીત છે.

કેવી રીતે ઉપયોગ કરવો: સમાન માત્રામાં સફેદ વિનેગર અને પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. રાત્રે રસોડું સાફ કર્યા પછી ગેસના ચૂલા અને સિંકની આસપાસ તેનો સ્પ્રે કરો.

6. કાકડીની છાલ:
કાકડીની છાલ કોકરોચને ભગાવવાનું કામ કરી શકે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: એલ્યુમિનિયમના ડબ્બામાં કાકડીની છાલ નાખીને રાતભર રહેવા દો. કાકડી અને એલ્યુમિનિયમનું રિએક્શન એક એવી ગંધ પેદા કરે છે જે કોકરોચ સહન કરી શકતા નથી.

7. તજ 
તજ માત્ર મસાલો નથી, પરંતુ કોકરોચ માટે એક દુશ્મન છે.

કેવી રીતે ઉપયોગ કરવો: રસોડાના પ્લેટફોર્મ અને ખૂણાઓમાં તજનો પાવડર છાંટો. તેની સ્ટ્રોંગ સ્મેલ કોકરોચને અંદર આવતા રોકે છે.

8. લીંબુનો રસ:
લીંબુ એક ઉત્તમ ક્લિનિંગ એજન્ટ છે. કેમિકલ વગરનો આ એક દેશી ઉપાય છે રસોડામાંથી કોકરોચ ભગાવવા માટે.

કેવી રીતે ઉપયોગ કરવો: એક ડોલ પાણીમાં બે લીંબુનો રસ મિક્સ કરો અને તેનાથી રસોડાના ફ્લોર પર પોતું કરો. લીંબુની સાઇટ્રસ સ્મેલ અને સફાઈ કોકરોચને વધવા દેતી નથી.

9. ફુદીનાનું તેલ 
ફુદીનાના તેલની સુગંધ આપણને તાજગી આપે છે, પરંતુ કોકરોચ તેનાથી દૂર ભાગે છે.

કેવી રીતે ઉપયોગ કરવો: પાણીમાં ફુદીનાના તેલના થોડા ટીપાં મિક્સ કરો અને તેનો સ્પ્રે કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget