શોધખોળ કરો

Are Nail Extensions Safe: તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે નેઇલ એક્સટેન્શન? દાણો લાંબા નખના ગેરફાયદા

Nail Extension Side Effects: આજકાલ નખને સુંદર બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જો કે, જો તમે સાવચેત ન રહો, તો આ ટ્રેન્ડ હાનિકારક બની શકે છે.

Nail Extension Side Effects: આજકાલ નેલ એક્સટેન્શન અને એક્રેલિક નખનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. લાંબા, ચમકદાર અને સ્ટાઇલિશ નખ ઘણા લોકોને ખૂબ સુંદર લાગે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે તેનો વારંવાર ઉપયોગ ત્વચા અને નખ માટે નુકસાનકારક હોઈ શકે છે. ખાસ કરીને તેને લગાવવાની પ્રક્રિયામાં વપરાતી UV લાઈટ અને કેટલાક કેમિકલ્સ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધારી શકે છે.

નિષ્ણાતો શું કહે છે?

ઓન્કોલોજી સર્જન ડો. જય આર. અનામે HT સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, એક્રેલિક નખ ભલે સુંદર અને લાંબા સમય સુધી ટકી રહે તેવા લાગતા હોય, પરંતુ તેના ઉપયોગ સાથે કેટલાક છુપા જોખમો પણ જોડાયેલા છે. તેમનું કહેવું છે કે સમસ્યા સીધી રીતે એક્રેલિક નખથી નથી, પરંતુ તેને લગાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલી છે.

આ પ્રક્રિયામાં એક ખાસ પાવડર અને પ્રવાહી પદાર્થને મિશ્રિત કરીને નખ પર લગાવવામાં આવે છે, જેને બાદમાં UV લેમ્પ નીચે સુકવીને સખત કરવામાં આવે છે. આ UV લાઈટ જ ચિંતાનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે, UVA કિરણો ત્વચાના કોષોના DNA ને નુકસાન પહોંચાડી શકે છે. સમય જતાં આ નુકસાન વધતું જાય છે અને લાંબા સમય સુધી વારંવાર સંપર્કમાં આવવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે ક્યારેક જ નેલ એક્સટેન્શન કરાવવું વધુ ખતરનાક માનવામાં આવતું નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ સતત લાંબા સમય સુધી આ પ્રક્રિયા કરાવે છે, તો જોખમ ધીમે ધીમે વધી શકે છે.

ત્વચા પર પણ પ્રભાવ

કેટલાક સંશોધનોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે UV લેમ્પ નીચે સેંકડો વખત હાથ રાખવાથી ત્વચા પર નકારાત્મક અસર પડી શકે છે. આ ઉપરાંત, ઘણા એક્રેલિક ઉત્પાદનોમાં ફોર્માલ્ડિહાઈડ અને ટોલ્યુઈન જેવા કેમિકલ્સ પણ જોવા મળે છે, જે ત્વચામાં બળતરા અથવા એલર્જી પેદા કરી શકે છે. જ્યારે આ રસાયણો અને UV કિરણો એકસાથે અસર કરે છે, ત્યારે ત્વચા પર વધારાનું દબાણ આવી શકે છે.

જોકે, નિષ્ણાતો એવું પણ માને છે કે થોડી સાવચેતી રાખીને જોખમ ઘટાડી શકાય છે. નેલ એક્સટેન્શન કરાવતા પહેલા આંગળીઓ પર સનસ્ક્રીન લગાવવી એ એક સારો ઉપાય માનવામાં આવે છે. આ ઉપરાંત, પરંપરાગત UV લેમ્પની જગ્યાએ LED લેમ્પનો ઉપયોગ પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓછા હોય છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

  • ડોકટરો સલાહ આપે છે કે નેલ એક્સટેન્શનને રોજિંદી આદત બનાવવાને બદલે ખાસ પ્રસંગો સુધી મર્યાદિત રાખવું વધુ સારું છે.

  • હંમેશા વિશ્વસનીય અને જાણીતા સેલૂનમાં જ આ પ્રક્રિયા કરાવવી જોઈએ.

  • લોકો જે બીજી એક સામાન્ય ભૂલ કરે છે તે છે ઘરે જ એક્રેલિક નખ કાઢવાનો પ્રયાસ કરવો. તેનાથી ત્વચા અને નખને નુકસાન થઈ શકે છે, તેથી તેને દૂર કરવા માટે નિષ્ણાતની મદદ લેવી એ જ સુરક્ષિત રીત છે.

Disclaimer: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતના મંતવ્ય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ માનશો નહીં. કોઈપણ નવી પ્રવૃત્તિ અથવા કસરત શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
સાવધાન! સ્વસ્થ અને ફિટ લોકોને પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ, જાણો લક્ષણો અને બચાવ
સાવધાન! સ્વસ્થ અને ફિટ લોકોને પણ થઈ શકે છે ગંભીર ડેન્ગ્યુ, જાણો લક્ષણો અને બચાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Embed widget