ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે થાય છે આ સમસ્યા? તો અજમાવી જુઓ આ ઉપાય
કેટલાક લોકોને વિમાનમાં ટ્રાવેલ દરમિયાન કેટલીક સમસ્યા થઇ શકે છે. જો આપ પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાય અજમાવી શકો છો

ફ્લાઇટ અથવા લેન્ડિંગ દરમિયાન અચાનક, તીક્ષ્ણ, છરા મારવા જેવો માથાનો દુખાવો એરોપ્લેન હેડેકના દુખાવો તરીકે ઓળખાય છે. આ દુખાવો ઘણીવાર કપાળમાં અથવા આંખોની પાછળ અનુભવાય છે અને સામાન્ય રીતે 30 મિનિટથી ઓછા સમય સુધી રહે છે. જ્યારે વિમાન સ્થિર થાય છે અથવા લેન્ડિંગ થાય છે, ત્યારે દુખાવો તેની જાતે જ અદૃશ્ય થઈ જાય છે.
એરોપ્લેન હેડેકનું કારણ શું છે?
કેટલાક નિષ્ણાતો કહે છે કે, વિમાનમાં માથાનો દુખાવો સામાન્ય રીતે કેબિન પ્રેશરનેમાં અચાનક ફેરફારને કારણે થાય છે. ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન, કેબિન અને સાઇનસની અંદર દબાણમાં તફાવત હોય છે. જ્યારે શરીર આ પ્રેશરને ઝડપથી સંતુલિત કરવામાં અસમર્થ હોય છે, ત્યારે કપાળ અને આંખોની આસપાસ તીવ્ર દુખાવો શરૂ થાય છે. બાયોમેટ્રિક દબાણ અથવા સાઇનસ સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. વિમાનની મર્યાદિત જગ્યા, સૂકી હવા અને ઓછી ભેજ પણ આ પીડાને વધારી શકે છે.
તે અન્ય માથાના દુખાવાથી કેવી રીતે અલગ છે?
એરોપ્લેન હેડેર ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન અચાનક શરૂ થાય છે અને માથાની એક બાજુ અનુભવાય છે. આ દુખાવો તીક્ષ્ણ અને છરા મારતો તેવો અનુભવ કરાવે છે. જ્યારે માઈગ્રેન હેડેક સામાન્ય રીતે લાંબા સમય સુધી અનુભવાય છે જેમાં ઉબકા વોમિંગ થાય છે નર્વેસનેસ ફીલ થાય છે. અવાજ પ્રત્યે સંવેદનશીલતા જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલ છે. સાઇનસ સંબંધિત માથાના દુખાવામાં, ચહેરા પર ભારેપણું અનુભવાય છે.
ઉપાય
ઘણી સાવચેતીઓ વારંવાર ઉડાન ભરનારાઓ માટે મદદરૂપ થઈ શકે છે. ફ્લાઇટ પહેલાં સાઇનસ ખુલ્લા રાખવા માટે ડીકોન્જેસ્ટન્ટ્સ અથવાનાકના સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, હાઇડ્રેટેડ રહેવું પણ મહત્વપૂર્ણ છે. ફ્લાઇટ પહેલાં ઓવર-ધ-કાઉન્ટર પેઇન રીલિફ મેડિસિ આઇબુપ્રોફેન અથવા એસિટામિનોફેન તીવ્રતા ઓછી કરી શકે છે. પ્રેશરને સમાન બનાવતા ઇયરપ્લગ પણ કેટલાક લોકો માટે મદદરૂપ થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )






















