શોધખોળ કરો

એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો

વજન ઘટાડવાના નામે 29 જેટલા સપ્લિમેન્ટ્સમાં જીવલેણ 'પીળો ઓલિએન્ડર' છોડનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) નો ચોંકાવનારો ખુલાસો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સમાં પીળો ઓલિએન્ડર ભેળવ્યો.
  • ઝેરી પીળો ઓલિએન્ડર હૃદય, મગજ, પાચનતંત્રને નુકસાન કરે.
  • FDA એ ગ્રાહકોને તાત્કાલિક ઉપયોગ બંધ કરવાની સલાહ આપી.
  • સપ્લિમેન્ટ્સ લીધા પછી ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી.

શું તમે પણ વજન ઘટાડવા માટે ઓનલાઈન સપ્લિમેન્ટ્સ મંગાવીને ખાઓ છો? તો સાવધાન થઈ જજો! યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના આરોગ્ય અધિકારીઓએ એમેઝોન (Amazon), ઈબે (eBay), એટ્સી (Etsy) અને અન્ય વેબસાઇટ્સ પર વેચાતા 29 જેટલા ડાયેટરી સપ્લિમેન્ટ્સને લઈને ગંભીર ચેતવણી જારી કરી છે. વજન ઘટાડવા અને એન્ટીઑકિસડન્ટ તરીકે વપરાતા આ સપ્લિમેન્ટ્સ બજારમાં 'ટેજોકોટ રૂટ' (Tejocote root) અથવા 'બ્રાઝિલ સીડ' ના નામે વેચાઈ રહ્યા હતા. પરંતુ, તપાસમાં ખુલાસો થયો છે કે તેમાં ખરેખર અત્યંત ઝેરીલો 'પીળો ઓલિએન્ડર' (Yellow Oleander - એક પ્રકારની પીળી કરેણ) છોડ ભેળવવામાં આવ્યો છે, જે તમારા સ્વાસ્થ્ય અને જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

કઈ રીતે ખતરનાક છે આ સપ્લિમેન્ટ્સ?

મેક્સિકો અને મધ્ય અમેરિકામાં જોવા મળતો પીળો ઓલિએન્ડર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઝેરી માનવામાં આવે છે. હકીકતમાં, કેટલીક કંપનીઓ વજન જલ્દી ઘટાડવાના શોર્ટકટ તરીકે આ ઝેરી છોડનો ઉપયોગ કરે છે. આ છોડમાં રહેલા ઝેરી તત્વો ભૂખ મારી નાખે છે અને ઉલટી-ઝાડા જેવી સ્થિતિ ઊભી કરે છે. લોકોને લાગે છે કે તેમનું વજન ઝડપથી ઘટી રહ્યું છે, પરંતુ આ પદ્ધતિ જીવલેણ છે. આ ઝેરી છોડના બીજ દેખાવમાં અમુક સામાન્ય કુદરતી બીજ જેવા જ લાગતા હોવાથી લોકો અજાણતા જ તેનો શિકાર બની જાય છે અને તેને ઓળખવા મુશ્કેલ બની જાય છે.

શરીર પર કેવી ગંભીર આડઅસર થાય છે?

FDA ના જણાવ્યા અનુસાર, આ ઝેરી પીળા ઓલિએન્ડરવાળા સપ્લિમેન્ટ્સ ખાવાથી સીધી અસર તમારા હૃદય, મગજ અને પાચનતંત્ર પર પડે છે. આનાથી પેટમાં સખત દુખાવો, ગભરામણ, માનસિક મૂંઝવણ અને કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, જે કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું કારણ પણ બની શકે છે.

કંપનીઓ સામે પગલાં અને આરોગ્ય વિભાગની સલાહ

આ સમગ્ર મામલાની તપાસ 2023 માં શરૂ થઈ હતી, જ્યારે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) ના એક રિપોર્ટમાં આ ઝેરી તત્વો વિશે જાણવા મળ્યું હતું. FDA ની કડક ચેતવણી બાદ કેટલીક કંપનીઓએ તો પોતાના પ્રોડક્ટ્સ બજારમાંથી પાછા ખેંચી લીધા છે (રીકોલ કર્યા છે), પરંતુ અમુક કંપનીઓનો કોઈ સંપર્ક થઈ શકતો નથી અથવા તેમણે પ્રોડક્ટ પાછા ખેંચવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. FDA ને આશંકા છે કે બજારમાં હજુ પણ અલગ-અલગ નામોથી આવા ઝેરી સપ્લિમેન્ટ્સ વેચાઈ રહ્યા છે.

અધિકારીઓએ લોકોને તાત્કાલિક અપીલ કરી છે કે જે લોકોએ આ સપ્લિમેન્ટ્સ ખરીદ્યા છે, તેઓ તરત જ તેનો ઉપયોગ બંધ કરી દે અને તેનો કચરામાં સુરક્ષિત રીતે નિકાલ કરે. જો તમે આ સપ્લિમેન્ટ્સ ખાધા છે અને હાલમાં કોઈ લક્ષણો નથી દેખાતા, તો પણ સાવચેતીના ભાગરૂપે એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

નોંધ: આ માહિતી વિવિધ રિસર્ચ અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈપણ નવી કસરત, ડાયેટ કે સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ અચૂક લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

વજન ઘટાડવા માટેના કયા ઓનલાઈન સપ્લિમેન્ટ્સ સામે FDA એ ચેતવણી આપી છે?

FDA એ 'ટેજોકોટ રૂટ' અથવા 'બ્રાઝિલ સીડ' ના નામે વેચાતા 29 જેટલા ડાયેટરી સપ્લિમેન્ટ્સ સામે ચેતવણી આપી છે. આ સપ્લિમેન્ટ્સમાં ઝેરી પીળો ઓલિએન્ડર ભેળવેલો હોવાની શંકા છે.

પીળો ઓલિએન્ડર શા માટે ખતરનાક છે?

પીળો ઓલિએન્ડર અત્યંત ઝેરીલો છોડ છે. તેના ઝેરી તત્વો ભૂખ મારી દે છે અને ઉલટી-ઝાડા જેવી સ્થિતિ ઊભી કરે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ ઝેરી સપ્લિમેન્ટ્સની શરીર પર શું ગંભીર આડઅસર થઈ શકે છે?

આ સપ્લિમેન્ટ્સ હૃદય, મગજ અને પાચનતંત્ર પર અસર કરે છે. તેનાથી પેટમાં દુખાવો, ગભરામણ, માનસિક મૂંઝવણ અને કાર્ડિયાક અરેસ્ટ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

જો મેં આવા સપ્લિમેન્ટ્સ ખરીદ્યા હોય તો મારે શું કરવું જોઈએ?

જો તમે આ સપ્લિમેન્ટ્સ ખરીદ્યા હોય, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો અને સુરક્ષિત રીતે નિકાલ કરો. લક્ષણો ન દેખાય તો પણ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget