શોધખોળ કરો

Health Tips: શું આપ નિયમિત પ્રોટીન શેક પીવો છો, તો પહેલા તેની સાઇડ ઇફેક્ટ જાણી લો થાય છે આ નુકસાન

Health Tips: જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા પ્રોટીન પાઉડરનું સેવન નુકસાનકારક હોઈ શકે છે અથવા તો આપણે રોજ જે પ્રોટીન શેક પીએ છીએ તે પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે.

Health Tips: જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા પ્રોટીન પાઉડરનું સેવન નુકસાનકારક હોઈ શકે છે અથવા તો આપણે રોજ જે પ્રોટીન શેક પીએ છીએ તે પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે.

પ્રોટીન પાઉડર એ બજારમાં સૌથી વધુ વેચાતા આરોગ્ય વિકલ્પોમાંનું એક છે. કેટલાક લોકો તેનો ઉપયોગ સ્નાયુઓ બનાવવા માટે કરે છે અને અન્ય લોકો તેનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ ખોરાકમાંથી જે મેળવે છે તેના કરતાં વધુ પ્રોટીન લેવા માંગે છે. પ્રોટીન પાવડર સંતુલિત આહારનો ભાગ બની શકે છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા પ્રોટીન પાઉડરનું સેવન નુકસાનકારક હોઈ શકે છે અથવા તો આપણે રોજ જે પ્રોટીન શેક પીએ છીએ તે પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે.

પ્રોટીન પાવડર શું છે

પ્રોટીન પાવડર એ દૂધ, છાશ, કેસીન, માંસ, મરઘાં, ઈંડા, સીફૂડ, સૂકા ફળો, બીજ, સોયા ઉત્પાદનો, દૂધ, ડેરી ઉત્પાદનો, કઠોળ અને વટાણા સહિત વનસ્પતિ સ્ત્રોતોમાંથી બનાવેલ સપ્લિમેન્ટસ ક છે. તેના ઉપયોગથી શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરી શકાય છે.

પ્રોટીન પાવડરના નુકસાન

કોઈપણ પોષક તત્વોને લાંબા સમય સુધી લેવાથી નુકસાન થઈ શકે છે અને પ્રોટીનનું વધુ પડતું સેવન પણ નુકસાનકારક હોઈ શકે છે. આવો તમને જણાવીએ, આના કારણે થતી સામાન્ય આડઅસરો શું છે.

સ્કિન

જે લોકો વધારે માત્રામાં પ્રોટીન શેકનું સેવન કરે છે તેમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે

વધુ માત્રામાં પ્રોટીન શેક લેવાથી હોર્મોન્સનું ઉત્પાદન ઝડપથી વધે  છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ, લાલાશ અને સોજો જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

બ્લડપ્રેશર

નિષ્ણાતોના મતે, વધુ પ્રોટીન શેક લેવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારે પ્રોટીન શેકનું સેવન ન કરવું જોઈએ.

કિડની

પ્રોટીન શેકનું વધુ પડતું સેવન કરવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં પહેલેથી જ કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ પ્રોટીન પાવડરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ આપે કઠોળ અને અન્ય પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરો.

કેવી રીતે કરશો પ્રોટીન શેકનું સેવન

હંમેશા તાજા પ્રોટીન શેકનું સેવન કરો, રાખી મૂકેલા શેક નુકસાન કરી શકે છે. પ્રોટીન શેક બનાવવા માટે સૌથી પહેલા દૂધને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો. આ પછી 1-2 સ્કૂપ પ્રોટીન પાવડર ઉમેરો અને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી હલાવો. જ્યારે આ બંને વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય તો તેને એક ગ્લાસમાં કાઢી લો અને પછી તેનું સેવન કરો.

એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું યોગ્ય

નિષ્ણાતોના મતે, માંસાહારી લોકો માટે દરરોજ 1-2 સ્કૂપ્સ પ્રોટીન લેવું યોગ્ય છે. , શાકાહારી લોકો તેમાંથી 2-3 સ્કૂપ ખાઈ શકે છે. જો કે, પ્રોટીનનું સેવન તમારા આહાર પર પણ આધાર રાખે છે, તેથી તમારે તમારા ડૉક્ટરની સલાહ પર તેના સેવનની માત્રા નક્કી કરવી જોઈએ.

  Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget