શોધખોળ કરો

Poor Oral Hygiene Risks: જો તમે પણ બ્રશ કરવામાં આળસ કરતા હોય તો ચેતીજજો, દાંતની સાથે હૃદય માટે પણ છે જોખમ

Benefits Of Brushing Teeth Daily: દરરોજ દાંત સાફ કરવાથી તમારા મોંમાં બેક્ટેરિયા એકઠા થતા અટકે છે અને ગંદકી સાફ રહે છે. પરંતુ શું રાત્રે બ્રશ કરવું જરૂરી છે? ચાલો આ પ્રશ્નનો જવાબ જાણીએ.

Benefits Of Brushing Teeth Daily: ઓરલ હાઈજીન (મોઢાની સ્વચ્છતા) ભલે રોજિંદી એક નાની આદત લાગે, પરંતુ તેને નજરઅંદાજ કરવી માત્ર કેવિટી (સડો) સુધી મર્યાદિત નથી, તેની અસરો ઘણી ગંભીર હોઈ શકે છે. કન્ટેન્ટ ક્રિએટર અને એનેસ્થેસિયોલોજી તથા ઇન્ટરવેન્શનલ પેઇન મેડિસિનના ડોક્ટર કુણાલ સૂદે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, રાત્રે બ્રશ ન કરવું તે હૃદયના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે.

એક કન્ટેન્ટ ક્રિએટરના એ દાવા પર પ્રતિક્રિયા આપતા કે "જો તમે સૂતા પહેલા દાંત બ્રશ નથી કરતા, તો તમને હૃદય રોગનું જોખમ વધી શકે છે", ડો. સૂદે તેની સાથે સહમતી દર્શાવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઓરલ હાઈજીન માત્ર જરૂરી નથી, પરંતુ તે હૃદયના સ્વાસ્થ્ય માટે રક્ષણાત્મક ભૂમિકા પણ ભજવે છે. તેમણે ચેતવણી આપી કે "જો તમે રાત્રે બ્રશ કરવાનું છોડી દો છો, તો તમે માત્ર કેવિટીનું જ જોખમ નથી લેતા." 2023ના એક અભ્યાસનો હવાલો આપીને તેમણે જણાવ્યું કે ખરાબ ઓરલ હાઈજીનનો સંબંધ હૃદય રોગ અને હાર્ટ ફેલ્યોરના વધતા જોખમ સાથે જોવા મળ્યો છે. તેથી સાચા સમયે બ્રશ કરવું અત્યંત મહત્વનું છે.

સમય જતાં હૃદય પર અસર પડે છે

ડો. સૂદના જણાવ્યા મુજબ, "થિયરી એવી છે કે મોઢામાં રહેલા બેક્ટેરિયા લોહી દ્વારા શરીરમાં પહોંચી જાય છે, જેનાથી સોજો (Inflammation) પેદા થાય છે અને સમય જતાં તેની અસર હૃદય પર પડે છે." તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બ્રશ ન કરવું તે સીધી રીતે હૃદય રોગનું કારણ નથી બનતું, પરંતુ ખરાબ ઓરલ હાઈજીન એ અનેક જોખમી પરિબળોમાંનું એક છે, જે હૃદય સંબંધિત સમસ્યાઓમાં ફાળો આપી શકે છે.

વધારે બ્રશ કરનારાઓને શું ફાયદો?

તેમનું કહેવું છે કે જે લોકો દિવસમાં વધુ વખત બ્રશ કરે છે, તેમનું હૃદય સામાન્ય રીતે વધુ સ્વસ્થ રહે છે. તેમણે ઉમેર્યું કે "ખરેખર તો, દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત બ્રશ કરવાથી અને નિયમિત ડેન્ટલ ક્લીનિંગ કરાવવાથી હૃદય રોગનું જોખમ ઓછું જોવા મળ્યું છે. આનાથી પેઢાના રોગ અને દાંત પડવા જેવી સમસ્યાઓની શક્યતા પણ ઘટે છે. ઓરલ હાઈજીન એ હૃદયના સ્વાસ્થ્યને સપોર્ટ કરવાની સૌથી સરળ રીતોમાંની એક છે."

હૃદય પર તેની શું અસર થાય છે?

નિષ્ણાતો જણાવે છે કે જ્યારે આપણે રાત્રે બ્રશ કરવાનું છોડી દઈએ છીએ, ત્યારે મોઢામાં પ્લેક અને બેક્ટેરિયા જમા થવા લાગે છે. આ બેક્ટેરિયા એવા ટોક્સિન્સ (ઝેરી તત્વો) છોડે છે જે લોહીમાં ભળીને આખા શરીરમાં સોજાની પ્રતિક્રિયા શરૂ કરી શકે છે. લાંબા સમય સુધી રહેલો આ સોજો રુધિરવાહિનીઓના અંદરના પડને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી ધમનીઓમાં પ્લેક જમા થવા લાગે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. જોકે દરેક વ્યક્તિ જેની ઓરલ હાઈજીન ખરાબ હોય તેને હૃદય રોગ થાય જ એવું જરૂરી નથી, પરંતુ મોઢાની સફાઈ જાળવવી એ સોજો ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યને બહેતર રાખવા માટેનો એક મહત્વપૂર્ણ રસ્તો છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન માનવો. કોઈપણ નવી પ્રવૃત્તિ કે ફેરફાર અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget