શોધખોળ કરો

Health Tips: ધૂમ્રપાન કરનારા ચેતીજજો! સિગારેટ પીવાથી સંકોચાઈ રહ્યું છે મગજ, નવા રિપોર્ટમાં ખુલાસો

Health Tips: નવા સંશોધન મુજબ સિગારેટ અને ગાંજાના સેવનથી મગજ ઝડપથી સંકોચાઈ રહ્યું છે, જેના કારણે યાદશક્તિ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. ધૂમ્રપાન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.

Health Tips: એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે સિગારેટ અને ગાંજો પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ બંને વસ્તુઓ ફેફસાં માટે હાનિકારક છે, પરંતુ એક લેટેસ્ટ રિસર્ચમાં થયેલા ખુલાસાએ સૌના હોશ ઉડાવી દીધા છે. 'એસોસિએશન્સ ઓફ કેનાબિસ' (Associations of cannabis) નામની આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ સિગારેટ અને ગાંજાથી મગજ પર થતી ખરાબ અસરો વિશે ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે તમાકુ અને ગાંજાનું સેવન આપણા મગજને સમય પહેલા જ વૃદ્ધ બનાવી રહ્યું છે અને તેને સંકોચી રહ્યું છે. કિંગ્સ કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ બાથના રિસર્ચર્સે 72,000 થી વધુ લોકો પર થયેલા 100 અલગ-અલગ અભ્યાસોની ઊંડાણપૂર્વક તપાસ કરી. આ તપાસમાં જે પરિણામો સામે આવ્યા તે ચોંકાવનારા હતા. આ માત્ર એક ખરાબ આદત નથી, પરંતુ એક મોટી ચેતવણી છે કે આ તમારા મગજની કામ કરવાની રીતને પણ બદલી શકે છે.

મગજના કયા ભાગો પર અસર થાય છે?
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સિગારેટ મગજના તે ખાસ ભાગોને નુકસાન પહોંચાડે છે જે તમારી લાગણીઓ અને યાદશક્તિને નિયંત્રિત કરે છે.

ઇમોશન્સ અને ડર (Amygdala):

રિસર્ચમાં ગાંજો પીનારાઓમાં મગજનો આ ભાગ નાનો જોવા મળ્યો છે, જે ડર, ચિંતા અને કોઈ પણ મુશ્કેલ નિર્ણય લેવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે.

યાદશક્તિ અને શીખવું (Hippocampus):

જો લોકો તમાકુ વધુ ખાય છે તો તેના કારણે મગજનો આ ભાગ સંકોચાઈ જાય છે, જેનાથી વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડી શકે છે.

બોડી અવેરનેસ (Insula):

સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે તમાકુની અસર તે ભાગ પર પણ પડે છે જે તમને ભૂખ, તરસ કે પીડાનો અહેસાસ કરાવે છે.

વિચારવાની શક્તિ (Grey Matter):

તમાકુને કારણે આખા મગજનું 'ગ્રે મેટર' ઓછું થઈ શકે છે, જે આપણી વિચારવા-સમજવાની મુખ્ય શક્તિ છે.

જેટલી વધુ સિગારેટ, તેટલું વધુ જોખમ
આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ જેટલી વધુ અને જેટલા લાંબા સમય સુધી સિગારેટ પીવે છે, જોખમ તેટલું જ વધતું જાય છે. તમે જેટલી વધુ સિગારેટ પીવો છો, તમારા મગજના સંકોચાવવાનું જોખમ તેટલું જ વધતું જાય છે. ખાસ કરીને તમાકુના કિસ્સામાં આ અસર વધુ સ્પષ્ટ છે. રિસર્ચ અનુસાર, જેટલી વધુ સિગારેટ પીવામાં આવે છે, તેટલો જ મગજનો યાદશક્તિ વાળો ભાગ એટલે કે હિપ્પોકેમ્પસ ધીમે-ધીમે નાનો થવા લાગે છે.

ધુમાડો મગજને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે તમાકુ કે ગાંજો સળગે છે, ત્યારે તેને કમ્બશન (સળગવાની પ્રક્રિયા) કહેવામાં આવે છે. આ દરમિયાન ધુમાડામાં હાનિકારક તત્વો નીકળે છે, જેને 'રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીઝ' કહેવામાં આવે છે. આ મગજમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજો વધારે છે. આનાથી મગજના કોષો એટલે કે ન્યુરોન્સ નબળા પડીને ધીમે-ધીમે ખરાબ થવા લાગે છે અને મરવા લાગે છે.

શું ક્યારેક-ક્યારેક પીનારાઓએ પણ ચિંતા કરવી જોઈએ?
રિસર્ચ મોટાભાગે તેવા લોકો પર કરવામાં આવ્યું છે જેઓ લાંબા સમયથી અથવા દરરોજ સિગારેટ પીવે છે. ક્યારેક-ક્યારેક પીનારાઓ પર તેની અસર તરત જ વધારે દેખાતી નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મગજમાં ફેરફાર ધીમે-ધીમે થાય છે અને ઘણીવાર વર્ષો પછી ખબર પડે છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે માત્ર ફેફસાં કે કેન્સર જ નહીં, પરંતુ બ્રેઈન હેલ્થ (મગજના સ્વાસ્થ્ય) વિશે પણ જાણવું જરૂરી છે. તમાકુ અને ગાંજાને ભેળવીને પીવું વધુ નુકસાનકારક હોઈ શકે છે. જેને નાની આદત સમજવામાં આવે છે, તે જ આગળ જતાં મગજ પર કાયમી અસર કરી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget