શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલ-કેકને કારણે 22ને થયો કોરોના, કોણે ફૂંક ન મારતા બચી ગયા?
નારણપુરામાં એક યુવકના જન્મદિવસની પાર્ટીનું પરિવાર અને મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કેક સાથે યુવક સાથે મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા. જેને વારંવાર ફૂંક મારવા છતા ઓલવાતી નહોતી.
અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં કોરોનાકાળમાં પરિવારને બર્થડે પાર્ટી કરવી ભારે પડી ગઈ છે. બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાને કારણે પરિવારના સભ્યો સહિત 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પરિવારમાં ફક્ત જેનો બર્થડે હતી, તે યુવકની માતા જ ઇન્ફેક્શનથી બચ્યા છે. કારણ કે, તેમણે કેન્ડલને ફૂંક મારવાની અને કેક ખાવાની ના પાડી દીધી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, નારણપુરામાં એક યુવકના જન્મદિવસની પાર્ટીનું પરિવાર અને મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કેક સાથે યુવક સાથે મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા. જેને વારંવાર ફૂંક મારવા છતા ઓલવાતી નહોતી. સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેને કારણે બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
જે યુવકનો બર્થડે હતો, તેને જ કોરોના હતો, પરંતુ તે અજાણ હતો. તે પોઝિટિવ આવતાં તેણે પાર્ટીમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા જાણી કરી હતી. યુવકની માતાએ કેક ખાધી નહોતી. જેથી તે બચી ગયા હતા. આ સિવાયના તમામ સભ્યો પોઝિટિવ આવ્યા હતા.
કેક કાપ્યા પછી ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મુકાઇ હતી. જેમાં 40થી 50 લોકો ભેગા થયા હતા. જોકે, કેટલાકે ડિનર લેવાનું ટાળ્યું હતું. તેમજ જે લોકોએ આ સમયે માસ્ક પહેર્યા હતા અને ખાવાનું ટાળ્યું હતું. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion