શોધખોળ કરો

રાજ્યમાં 24 કલાકમાં 243 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 10 ઈંચથી વરસાદ ખાબકતા જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવી છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાંથી 24 તાલુકામાં 3 થી 10.51 ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો છે, જેણે જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે.

ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ પડ્યો છે.

બહુચરાજીમાં યાત્રાળુઓ મુશ્કેલીમાં
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહીં ગઈ કાલે સાંજે 6  વાગ્યાથી આજે સવારે 8  વાગ્યા સુધીમાં 69 મિલીમીટર (2.71 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે બહુચરાજી-શંખલપુર પાલખી રોડ અને હાઇવેથી મંદિર તરફ જતા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. આજે પૂનમ હોવાને કારણે મોટી સંખ્યામાં માઈભક્તો મા બહુચરના દર્શને આવ્યા છે, પરંતુ રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં કુલ 627 મીમી વરસાદ ખાબક્યો છે. પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે. 

  • સતલાસણા - 94 મીમી
  • ખેરાલુ -  65 મીમી
  • ઊંઝા - 52 મીમી
  • વિસનગર -  63 મીમી
  • વડનગર - 50 મીમી
  • વિજાપુર - 33 મીમી
  • મહેસાણા - 74 મીમી
  • બહુચરાજી - 45 મીમી
  • કડી - 97મીમી
  • જોટાણા - 54 મીમી

4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં ફરી મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ, અન્યમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

નદી-નાળા અને ડેમની સ્થિતિ
ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે અને ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે.

સાબરકાંઠા: હિંમતનગરમાં હાથમતી અને ગુહાઈ જળાશયમાં પાણીની ભારે આવક થઈ છે. હાથમતી જળાશયમાંથી 4,077 ક્યુસેક અને ગુહાઈમાંથી 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

બનાસકાંઠા: દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને SDRFની ટીમે સુરક્ષિત રીતે બચાવ્યા છે.

રાજકોટ: ઉપલેટા તાલુકા પાસે આવેલો વેણુ-૨ ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. 54 ફૂટની મહત્તમ સપાટી સામે ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલીને 8,758 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમ ઓવરફ્લો થતા ઉપલેટા શહેર અને 12 ગામોને પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડેમની હેઠવાસના ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી અને નિલાખા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા: કરજણ ડેમના 4 દરવાજા છેલ્લા 5 દિવસથી ખુલ્લા છે. ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે અને હાલમાં 111.13 મીટર પર છે. ડેમમાં 42,000 ક્યુસેક પાણીની આવક સામે 34,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે. કરજણ નદી કિનારાના 7 ગામોને એલર્ટ કરી નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

જેતપુર: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ભરાવાની નજીક છે. 34 ફૂટની કુલ સપાટી સામે હાલ ડેમ 29.35 ફૂટ ભરાયો છે અને તેમાં 1,643 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ જેતપુર, ગોંડલ, વીરપુર અને કાગવડ સહિતના ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget