શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની IIT કંપની સીટા સોલ્યૂશન્સે MSMEમાટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સથી સજ્જ "365cloud" ERP સોલ્યૂશન્સની શ્રેણી રજૂ કરી
એન્ટરપ્રાઇઝ, રિસોર્સ, પ્લાનિંગ માટેની આ સોફ્ટવેર શ્રેણી નાના મોટા ઉદ્યોગો અને વ્યવસાય સાથે સંકળાયેલ દરેક પ્રકારના પ્રોસેસને વધુ ઝડપી, પારદર્શી, અસરકારક બનાવે છે
અમદાવાદઃ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઇ.ટી કંપની "સીટા સોલ્યૂશન્સ" દ્વારા દરેક વ્યવસાય કે ક્ષેત્ર સાથે સંકળાયેલા માઈક્રો, સ્મોલ, ,મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) માટે ખાસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સથી સજ્જ આધુનિક "365cloud" ERP સોલ્યૂશન્સની શ્રેણી રજૂ કરવામાં આવી. એન્ટરપ્રાઇઝ, રિસોર્સ, પ્લાનિંગ માટેની આ સોફ્ટવેર શ્રેણી નાના મોટા ઉદ્યોગો અને વ્યવસાય સાથે સંકળાયેલ દરેક પ્રકારના પ્રોસેસને વધુ ઝડપી, પારદર્શી, અસરકારક બનાવે છે, તેમજ વિવિધ સેક્ટર્સ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓને પૈસા, સમય અને સંશાધન બચાવવામાં ખૂબજ મદદરૂપ થાય છે, સપ્લાયચેઈન મેનેજમેન્ટ સુધારવામાં અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે, તેમજ તેમાં સંગ્રહ કરવામાં આવેલો ડેટા પણ સલામત રહે છે. આ સોફ્ટવેર યુઝર્સ ફ્રેન્ડલી છે અને તેમાં ઉપભોક્તાની જરૂરિયાત પ્રમાણે સુધારા વધારા પણ કરી શકાય છે.
MSME સેક્ટરના કોઈપણ યુનિટ તેમના જૂના ERP સોલ્યૂશન્સના સ્થાને "સીટા સોલ્યૂશન્સ" દ્વારા તૈયાર કરવામાં આવેલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ થી સજ્જ આધુનિક ERP સોલ્યૂશન્સ ઉપયોગમાં લઇ શકે છે, આ પ્રસંગે "સીટા સોલ્યૂશન્સ"ના ફાઉન્ડર અને ચેરમેન "કિરણ સુતરીયાએ" એ જણાવ્યુંકે અમારા "365ક્લાઉડ" ERP સોલ્યૂશન્સની શ્રેણી માર્કેટમાં ઉપલબ્ધ બ્રાન્ડેડ ERP સોલ્યૂશન્સ જેવાકે SAP, Telly જેવા જ ગુણવત્તા યુક્ત છે અને કિંમતની સરખામણીમાં વ્યાજબી છે, ઉપરાંત અમારી આંતરરાષ્ટ્રીય કક્ષાની આફ્ટર સેલ્સ સર્વિસ પણ અમારા ગ્રાહકોને સમયસર પૂરી પાડવામાં આવે છે. વધુમાં સુતરીયાએ જણાવ્યુંકે "સીટા સોલ્યૂશન્સ" સ્થાનિક બઝારની જરૂરત,સમસ્યા અને તેના ઉપાયો અંગેની ઉંડી જાણકારી ધરાવે છે, અને આ જાણકારીના આધારેજ અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબના ERP સોલ્યુશન્સ પુરા પાડવામાં આવે છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion