Ahmedabad : રીક્ષામાં મુસાફરી કરવી પડી ભારે, કેવી રીતે સેરવી લીધા 56 હજાર રૂપિયા? જાણો વિગત
શહેરના કાલુપુર બ્રીજ પાસે એક વ્યક્તિને રીક્ષામાં બેસવાનો કડવો અનુભવ થયો છે. પેસેન્જરના સ્વાંગમાં લૂંટ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કાલુપુર બ્રીજ પાસેનો બનાવ છે.
અમદાવાદઃ શહેરના કાલુપુર બ્રીજ પાસે એક વ્યક્તિને રીક્ષામાં બેસવાનો કડવો અનુભવ થયો છે. પેસેન્જરના સ્વાંગમાં લૂંટ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કાલુપુર બ્રીજ પાસેનો બનાવ છે. બેસવામાં તકલીફ પડે છે તેમ કહીને પેસેન્જરને આગળ બેસવાનું કીધું. પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા ૫૬,૦૦૦ ની લૂંટ ચાલવી રીક્ષા ચાલક અને અન્ય બે વ્યક્તિઓ ફરાર થઇ ગયા. કાલપુર પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પાટીદારો દીકરીઓના પ્રેમલગ્નની વિરુદ્ધ, કયો સમાજ પ્રેમલગ્ન વિરોધી કાયદા માટે કરશે આંદોલન?
મહેસાણાઃ મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનવવા લડત કરશે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો. દીકરી ભાગી જાય ત્યારે લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારમાં રજુઆત કરશે અને જો દીકરી માતા પિતાના સહીની સંમતિ ન આપે તો તેનું મિલકતમાંથી આપો આપ નામ નીકળી જાય તે પ્રકારનો કાયદો બનાવવા રજુઆત કરશે.
આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવા માગ કરી ચૂક્યું છે. હવે 84 કડવા પાટીદાર સમાજ આ મામલે સરકાર સમક્ષ રજુઆત કરશે.
ખાનગી શાળાની દાદાગીરીઃ પરીક્ષામાં બેસવા ન દેતા પુત્રે પિતાને ફોન કરી કહ્યું, 'હવે હું કૂવામાં પડવા જાઉ છું'
રાજકોટઃ સાતડા ગામના વિદ્યાર્થીનો ઓડિયો વાયરલ થયો છે. ખાનગી શાળાની દાદાગીરી વધુ એક વખત સામે આવી છે. વિદ્યાર્થીએ પોતાના પિતાને આપી ચીમકી. શાળાના આચાર્યએ ફી રોકડમાં ભરવા દબાણ કર્યું. સાતડા ગામની સરદાર શાળા તંત્રએ રોકડ ફીની માંગ કરી. બેસવાની ના પડતા વિદ્યાર્થીએ પિતાને કૉલ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીએ આપી કુવામાં પડી જવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર મામલે તપાસ શરૂ થઇ છે. એક સપ્તાહ પહેલા તપાસ પૂર્ણ કરવા શિક્ષણાધિકારીનો આદેશ.
વિદ્યાર્થી પિતાને ફોન પર કહી રહ્યો છે કે, સાહેબ પરીક્ષામાં બેસવા નથી દેતા. પિતાએ કેમ એવું પૂછતાં દીકરાએ કહ્યું કે, રોકડી ફી લઈ આવ. પિતાએ ચેકનું કહેવાનું કહ્યું તો વિદ્યાર્થી કહી રહ્યો છે કે તેમણે ના પાડી અને રોકડી ફી લઈ આવવા કહ્યું હોવાનું જણાવ્યું. તેમજ કહ્યું કે, હવે હું કૂવામાં પડવા જાઉ છું. પિતાએ કહ્યું કે, એવો ધંધો નો કરતો, તું ક્યાં છો. તો દીકરો કહે છે કે, હું સુરેશભાઈની દુકાને છું. આ પછી પિતા દુકાનદાર સાથે વાત કરે છે અને હું આવું છું અને ક્યાંય ન જવા દેવાનું કહ્યું.